• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • As Many As 4,360 Gem Artists Belonging To Various 33 Units Of Dhari Area Involved In The Diamond Industry Witnessed The EVM Demonstration.

મતદાર જાગૃતિ અભિયાન:હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધારી વિસ્તારના વિવિધ 33 યુનિટમાં જોડાયેલા 4,360 જેટલા રત્ન કલાકારોએ EVM નિદર્શન નિહાળ્યું

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાન પ્રક્રિયામાં કામદારોની સહભાગીદારિતા વધે અને મતદાર જાગૃત્તિ માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસ

રાજ્યના જુદાં - જુદાં વિધાનસભા મતવિસ્તારમા મતદારોને તેમના મતદાનના હક અને લોકશાહી માટે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા માટે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવે છે. અમરેલી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવા આવી રહી છે. તાજેતરમાં ધારી પ્રાંત અધિકારી અને ધારી ચૂંટણી અધિકારી દ્વારા, 94-ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ધારી ડાયમંડ એસોસિએશન સાથે, મતદાન પ્રક્રિયામાં કામદારોની સહભાગીદારિતા વધે અને મતદાર જાગૃત્તિ થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કામદારો મતદાન સંબધિત પ્રક્રિયાથી વાકેફ થાય અને ઈવીએમ નિદર્શન થકી તેમને પ્રક્રિયા વિશે સમજ મળી રહે તે માટે પારસ્પરિક આદાનપ્રદાન વધારવાના ઉદ્દેશ્ય સાથે MoU કરવામાં આવ્યા હતા. આ કામગીરીના ભાગરુપેધારી વિસ્તારના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ 33 યુનિટમાં આજુબાજુના આશરે 68 ગામના 4,360 જેટલા રત્ન કલાકારો કાર્યરત છે, તેમને આ મતદાન જાગૃત્તિ અને ઈવીએમ નિદર્શન માટે કેમ્પમાં ભાગ લીધો હતો.

જાફરાબાદના શિયાળબેટ ખાતે ખાસ મતદાર નોંધણી કેમ્પનું આયોજન
નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં દરિયાઈ કાંઠો ધરાવતા જાફરાબાદ તાલુકામાં પણ વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. દરિયાની વચ્ચે આવેલા એવા શિયાળબેટમાં ભૌગોલિક રીતે વિવિધતા છે. તાલુકા મથક જાફરાબાદથી સીધી રીતે જમીન માર્ગે સંપર્ક વિહોણું હોવા છતાં શિયાળબેટ ગામ ખાતે જાફરાબાદ તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ રીતે કામગીરી કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.શિયાળબેટ ગામમાં ખાસ કેમ્પનું આયોજન કરી મતદાર નોંધણી અંગેની કામગીરી કરવામાં આવી હતી ખાસ મતદાર નોંધણી કેમ્પનુ આયોજન કરી વધુમાં વધુ નાગરિકોને મતદાર નોંધણી કામગીરીનો લાભ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...