તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, જિલ્લામાં આજે વધુ 31 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 194 પર પહોંચી

અમરેલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. આજે જિલ્લામાં નવા 31 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસનો આંક 4197 પર પહોંચી ચૂક્યો છે. જિલ્લામાં હાલ એક્ટિવકેસની સંખ્યા 194 થઈ ચૂકી છે.

અમરેલી શહેર ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે. તંત્ર તરફથી લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટંસનું પાલન કરવા અપીલ કરવામા આવી રહી છે.

અમરેલી શહેરમાં પોલીસે માસ્ક વિતરણ કર્યાકોરોના ના કેસ વધતા જતા હોવાના કારણે અમરેલી પોલીસ દ્વારા ફરીવાર નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આજે અમરેલી સીટી પોલીસ દ્વારા રાજકમલ ચોક ખાતે રાહદારીઓ સહીત વાહન ચાલકો ને માસ્ક આપી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. જે લોકો માસ્ક પહેરી નીકળતા હતા તેઓને ફૂલ આપવામા આવ્યું હતું. જ્યારે જે લોકોએ માસ્ક પહેર્યું ન હતું તેઓને માસ્ક વિતરણ કરાયા હતા.

રાજુલા નગરપાલિકાએ લોકોને જાહેર અપીલ કરીરાજુલા શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા હોય રાજુલા નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રિક્ષા ફેરવી લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટંસનું પાલન કરવા જાહેર અપીલ કરવામા આવી હતી.

અમરેલી પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયા
અમરેલી પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો