નયનરમ્ય નજારો:અમરેલીના ગળધરા ખોડિયારનો ધોધ જીવંત બનતા આસપાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું

અમરેલી19 દિવસ પહેલા
  • અમરેલી જિલ્લામાં માત્ર એકજ ધોધ હોવાને કારણે ભારે ભીડ જામી

અમરેલી જિલ્લામાં નોંધપાત્ર વરસાદના કારણે ધારી નજીક ગળધરા ખોડિયાર મંદિર પાસે આવેલો ધોધ જીવંત બનતા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ઉઠ્યા છે. ​​​ગળધરા ખોડિયાર મંદિર દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અચૂક ધોધ નિહાળવા પહોંચે છે અને કુદરતી સોંદર્યનો લુપ્ત ઉઠાવે છે.

ગળધળાનો ધોધ અમરેલી જિલ્લાનો એકમાત્ર ધોધ
ગળધરાનો ધોધ એ અમરેલી જિલ્લાનો એક માત્ર ધોધ છે. ચોમાસા દરમિયાન સારો વરસાદ પડતા જ ધોધ જીવંત બને છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે. ખોડિયાર મંદિર દર્શનાર્થે આવતા ભક્તો ધોધનો આનંદ ઉઠાવવા પહોંચે છે. અહીં આવતા પ્રવાસીઓ સેલ્ફી પાડતા જોવા મળે છે. ધોધની બાજુમાં જ ખોડિયાર ડેમ આવેલો હોય હાલ તેનો એક દરવાજો ખુલ્લો હોવાથી ધોધમાં પાણી વહી રહ્યું છે જેના કારણે અદભુત નજારો સર્જાઈ રહ્યો છે.

દર્શનાથી ક્રિષ્નાબેન એ કહ્યું અહીં દર્શન કરવા તો અમે આવતા જ હોઈએ છીએ, પરંતુ આ ધોધ ચોમાસામાં જોવા મળે છે અત્યારે ઠંડકનો માહોલ સુપર નજારો છે. લોકેશન પર બેસવાની અલગજ મજા આવે છે પરંતુ પાણી પણ છે જેથી ધ્યાન રાખવું તે આપણી ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...