આત્મનિર્ભર ગ્રામ યાત્રા:વડિયા, કોટડાપીઠા ગામમાં આત્મ- નિર્ભર ગ્રામ યાત્રા રથનું આગમન

વડીયા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડીયા આત્મનિર્ભર યાત્રા રથનું સ્વાગત કરાયું. - Divya Bhaskar
વડીયા આત્મનિર્ભર યાત્રા રથનું સ્વાગત કરાયું.
  • વિકાસ કામોના ખાતમુહૂર્ત : સરકારની યોજના વિશે માહિતી અપાઇ

વડિયા જિલ્લા પંચાયત સીટમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથના સ્વાગતનો કાર્યક્રમ વડિયા ગ્રામપંચાયતના પટાંગણમાં મામલતદાર ડોડીયા અને જિલ્લા સાંસ્કૃતિક અધિકારી વિક્રમસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. ઉપસરપંચ છગનભાઇ ઢોલરીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરી છેલ્લા પાંચ વર્ષમાં વડિયામાં કરેલ વિકાસ કાર્યો માહિતી આપી હતી. કુપોષિત બાળકોને પોષણ કીટનુ વિતરણ, વૃક્ષારોપણ, વિવિધ સ્પર્ધાના વિજેતા બાળકોનુ સન્માન સહીત વડિયાના ધુંધલીનાથ મહાદેવના મંદિરના ગ્રાઉન્ડમાં વિકાસ કર્યોનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતુ.

\કોટડાપીઠા આત્મનિર્ભર યાત્રા બાળકોએ આવકાર્યો.
\કોટડાપીઠા આત્મનિર્ભર યાત્રા બાળકોએ આવકાર્યો.

જેમાં વડિયા ગ્રામપંચાયત દ્વવારા આવનાર સમયમાં થનાર કામો સીસી રોડ, શૌચાલય, ભૂગર્ભ ગટર, બ્લોક રોડ સહીતના કામોના ખાતમુર્હત કરાયા હતા. અા પ્રસંગે મામલતદાર માલાભાઈ ડોડીયા, નોડલ ઓફિસર વિક્રમસિંહ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયસુખ ભુવા,તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર, યુવા મહામંત્રી અનિરુદ્ધ બોરીચા, સરપંચ રમાબેન ઢોલરીયા,ઉપ સરપંચ છગન ઢોલરીયા જયારે બાબરા તાલુકાના કાેટડાપીઠામા અાત્મનિર્ભર ગ્રામ યાત્રાનાે રથ અાવી પહાેંચતા અહી બાળાઅાેઅે કુમકુમ તિલક કરી સ્વાગત કરાયુ હતુ.

અહી લાેકાેને સરકારની વિવિધ યાેજના અંગે માર્ગદર્શન અને માહિતી અાપવામા અાવી હતી. અહી સ્વચ્છતા અભિયાન માટે શપથ પણ લેવાયા હતા. ભાજપ અાગેવાન નિતીનભાઇ રાઠાેડે કાેરાેના રસી બાકી હાેય તેને વેકસીન લેવા અનુરાેધ કર્યાે હતાે. અા ઉપરાંત અહી શાળા ખાતે વૃક્ષારાેપણ કરાયુ હતુ. તેમજ સીસીરાેડ, પ્રાથમિક અારાેગ્ય કેન્દ્ર ખાતે કમ્પાઉન્ડ દિવાલનુ કામ, અાંગણવાડી કેન્દ્ર દિવાલનુ કામ, ભુગર્ભ ગટરના કામનુ ખાતમુર્હુત કરાયુ હતુ. અા પ્રસંગે પ્રભાતભાઇ કાેઠીવાળ, મહેશભાઇ ભાયાણી, સરપંચ, ઉપસરપંચ સહિત ગ્રામજનાે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...