નવરાત્રી:અમરેલીની બજારમાં નવરાત્રી પૂર્વે 6 પ્રકારના ગરબાનું આગમન, 30થી 60 રૂપિયાના ગરબા પર લોકોની વધુ પસંદગી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલીની બજારમાં નવરાત્રી પૂર્વે જુદા જુદા પ્રકારના ગરબાઓનું આગમન થયું છે. ગત વર્ષ કરતા ઓણસાલ ગરબાનું વેચાણ વધ્યું છે. સાથે સાથે કોરોના મહામારીના કારણે લોકો ઘરમાં જ માતાજીના ગરબાની સ્થાપના કરી પુજા કરશે.શહેરભરમા ચોટીલા થાન પંથકમાંથી આવતા માટીના રંગબેરીંગી ગરબા લોકોમાં આકર્ષનનું કેન્દ્ર બન્યા છે. 7 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. લોકો માત્ર શેરી મહોલ્લામાં જ નવરાત્રીનું આયોજન કરી શકશે. પણ પાર્ટીપ્લોટમાં નવરાત્રીના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. છતાં પણ લોકોમાં નવરાત્રીને લઈને અ્નેરો ઉત્સાહ જોવા મળે છે.

અહી નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમરેલીના રાજકમલ ચોક, હરિ રોડ સહિતના વિસ્તારમાં જુદી જુદી ડીઝાઈનના ગરબા લોકોના આકર્ષનનું કેન્દ્ર બન્યા છે. અહી માટીના ગરબાનું રૂપિયા 30 થી 60માં વેચાણ થઈ રહ્યું છે.ગરબાનું વેંચાણ કરતા ઈકબાલભાઈ વારોતરે જણાવ્યું હતું કે ચોટીલાના થાન પંથકમાંથી ચીનાઈ માટીથી બનેલા 6 પ્રકારના ગરબા વેંચાઈ રહ્યા છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે ઓછી ખરીદી હતી. પણ ઓણસાલ થોડા ઘણા અંશે ગરબાનું વેંચાણ વધ્યું છે. આ ઉપરાંત કોરોના મહામારીના કારણે લોકો ઘરમાં જ માતાજીની સ્થાપના કરી તેમનું પુજન કરશે.

દિવસમાં 25 થી 30 ગરબાનું વેંચાણ : વેપારી
અમરેલીમાં ગરબાનો વેપાર કરતા વેપારીએ જણાવ્યું હતું કે અત્યારે દિવસમાં 25 થી 30 ગરબાનું વેંચાણ થઈ રહ્યું છે. અને દિવસની રૂપિયા 1000થ 1500ની કમાણી થઈ રહી છે. પણ ગત ‌વર્ષે દિવસમાં 10 ગરબાનું વેંચાણ થતું હતું. અને માત્ર 500 રૂપિયા મળતા હતા.

નવરાત્રીના દિવસે ગરબાનું વેંચાણ વધશે
નવરાત્રીને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. અત્યારે તો ઠીક ઠીક ખરીદી થઈ રહી છે. પણ નવરાત્રીના પ્રારંભના દિવસે ખરીદીમાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...