અમરેલી તાલુકાના સરંભડા ગામનો શખ્સ પાછલા ઘણા વર્ષોથી આ વિસ્તારમા લૂખ્ખાગીરી આચરતો હોય તેના ગંભીર ગુનાઓને ધ્યાનમા રાખી આજે પાસા હેઠળ જેલમા ધકેલાયો હતો.બગસરા પોલીસ દ્વારા અમરેલી તાલુકાના સરંભડા ગામના પ્રતાપ જગુભાઇ વાળા (ઉ.વ.30) નામના શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામા આવી હતી. અને જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા આ દરખાસ્ત મંજુર કરવામા આવતા આજે પીઆઇ પી.બી.ચાવડા અને એલસીબી પીઆઇ એ.એમ.પટેલે પાસા હેઠળ ધરપકડ કરી પોરબંદર સ્પેશ્યલ જેલમા ધકેલી દીધો હતો.પ્રતાપ વાળા સામે બગસરા પોલીસ મથકમા પાછલા આઠ વર્ષના ગાળામા લુંટ, મારામારી, છેડતી, એટ્રોસીટી, ધાકધમકી વિગેરે મુજબના સાત ગુનાઓ નોંધાયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.