તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ચૂંટણીની જેમ બુથ લેવલ સ્તરે વ્યવસ્થા કરવી જરૂરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી 100 ટકા રસીકરણ કરવા માટે
  • શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

અમરેલીમાં 100 ટકા રસીકરણ કરવા ચૂંટણીની જેમ બુથ લેવલ પર વ્યવસ્થા કરવા શહેર કોંગ્રેસ પ્રમુખે સંદીપભાઇ પંડ્યાએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં બીએલઓ અને બુથ લેવલ ઓફિસરની નિમણુંક કરવી પણ આવશ્યક છે. અમરેલીમાં કોરોના રસીકરણ મહા અભિયાન હેઠળ લોકોને વેક્સીન આપવામાં આવે છે.

જેમાં સીમિત સેન્ટર હોવાથી શહેરભરના લોકો એક જ જગ્યાએ રસી માટે એકત્રીત થાઇ છે. અને અવ્યવસ્થા સર્જાય છે. અમરેલીમાં રસીકરણ ઝડપી બનાવવા માટે બુથ મુજબ વ્યવસ્થા કરવી જરૂરી છે. જેના કારણે શહેરમાં ઝડપી રસીકરણ થશે. અને રાજ્યમાં અમરેલી પ્રથમ 100 ટકા રસીકરણની કામગીરી થશે. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ મુજબ બીએલઓ અને બુથ લેવલ ઓફિસરની નિમણુંક કરવી જોઈએ જેથી લોકોને રસીકરણમાં સરળતા થશે.

અન્ય સમાચારો પણ છે...