તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયાેજન:જિલ્લામાં 13.38 કરાેડના 529 વિકાસ કામાે મંજુર

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આયોજન અધિકારી, સાસંદ અને ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યાં. - Divya Bhaskar
આયોજન અધિકારી, સાસંદ અને ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યાં.
  • પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને આયાેજન મંડળની બેઠક મળી, સમય મર્યાદામાં કામો પુરા કરવા: કલેકટર

અમરેલીમા પ્રભારી મંત્રી જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા અાયાેજન મંડળની અેક બેઠક મળી હતી. બેઠકમા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2021-22 માટે 13.38 કરેાડના 529 વિકાસ કામાેના અાયાેજનનને મંજુરી અાપવામા અાવી હતી. બેઠકમાં પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત અધિકારી પદાધિકારીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય તથા આંગણવાડી તેમજ શિક્ષણને લગતાં નાવીન્ય કામો લેવા અનુરોધ કર્યો હતો. તેમજ ચાલુ વર્ષમાં મંજૂર કરવામાં આવેલ કામો પૈકી વધુમાં વધુ ઝડપથી પૂર્ણ કરવા અંગે અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.

આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારી પુરી પાડવા અંગે આયોજન મંડળના સ્થાનિક અગત્યતા ધરાવતા કામો જેવા કે, પેવર બ્લોક, સી.સી.રોડના કામો, કોઝ-વેના કામો, નાળાના કામો, ગટરના કામો, પીવાના પાણીની પાઈપલાઈનનાં કામો, મોડેલ આંગણવાડીનું કામ, પ્રાથમિક શાળાની દિવાલ બનાવવાના કામો, મોડેલ આંગણવાડી બનાવવાના કામોના અંદાજો તૈયાર કરવામાં મજૂરીના ભાગને મનરેગા યોજના સાથે સંકલિત કરી ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારી પુરી પાડવા અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ આયોજન મંડળમાં મંજુર થયેલ કામો સત્વરે હાથ ધરી સમય મર્યાદામાં તે પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. અા તકે જિલ્લા આયોજન અધિકારી ડી.એ.ગોહિલ, સાંસદ નારણભાઇ કાછડીયા, વિરજીભાઇ ઠુંમર, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, અધિક કલેકટર અે.બી.પાંડાેર સહિત અધિકારીઅાે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...