વડીયામા પાછલા ઘણા સમયથી એસબીઆઇ શાખામા માત્ર બે જ કર્મચારીથી ગાડુ ગબડાવવામા આવી રહ્યું હોય ગ્રાહકોને હાડમારી વેઠવી પડી રહી હતી. આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત થતાની સાથે બેંકમા ત્રણ નવા કર્મચારીઓની નિમણુંક કરાતા ગ્રાહકોએ હાશકારો અનુભવ્યો છે. વડિયાની મુખ્ય બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામા કર્મચારીઓના અભાવે ફક્ત બે જ કર્મચારીથી કામકાજ ચાલતું હોય અને પાકધિરાણ ફેરબદલીની સીઝનમા ગ્રામીણ ખેડૂતો અને ગ્રાહકોને પડતી હાલાકી અને બેંકની કથળતી સ્થિતિ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરાતા બેંકની ખરડાતી છબીને લઈ તંત્ર સફાળું જાગ્યુ હતુ.
અને બેંકમા તાત્કાલિક ડેપ્યુટેશન પર બે કર્મચારીઓ અને એક કર્મચારીની કાયમી નિમણૂક કરવામાં આવી છે.હવે એસબીઆઈ બેંકમા રજા પર ગયેલ કર્મચારીઓની જગ્યાએ ડેપ્યુટેશન પર અને ઘટતા કર્મચારીની નિમણૂક થતા હવે લોકોને પડતી હાલાકી દૂર થશે અને ગ્રામીણ ખેડૂતોની આખો દિવસ બેંક કામકાજ માટે પડતી મુશ્કેલી પણ ઘટશે. આ બાબતે બેંક કર્મીનો સંપર્ક કરતા ઘટતા કર્મચારીઓની નિમણૂક થતા હવે ગ્રાહકોને પડતી મુશ્કેલી દૂર થશે લોકોને ધક્કા પણ નહિ થાય અને સમયસર બેંકનુ કામકાજ પૂર્ણ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.