સખી મતદાન મથકો:રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિભાગમાં સખી મતદાન મથકો પર મતદાન સ્ટાફની નિમણુક

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન વધુમાં વધુ મતદાન થાય અને મતદાતાઓને તેમના મતનું મૂલ્ય સમજાવવા માટે જુદાં-જુદાં માધ્યમથી મતદાન અંગેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ દિશામાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 98- રાજુલા -જાફરાબાદ વિધાનસભા મત વિભાગમાં સખી મતદાન મથકો પર મતદાન સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે. રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિભાગના કુલ 7 મતદાન મથક સખી મતદાન મથક તરીકે રહેશે. આ મતદાન મથકો ખાતે ચૂંટણીલક્ષી ફરજ તથા ફરજ માટે રિઝર્વમાં પણ મહિલાઓને ફરજ સોંપવામાં આવી છે. રાજુલા-જાફરાબાદ વિધાનસભા મત વિભાગના આ સાત સખી મતદાન મથકોમાં, 122-કુંભારીયા, 178-રાજુલા- 200-રાજુલા-26, 206-રાજુલા-32, 292-જાફરાબાદ-13, 301-જાફરાબાદ-22, 42-બારમણ મોટા-1 નામના મતદાન મથકોનો સમાવેશ થાય છે.
9 અધિકારી કર્મચારીઓને રિઝર્વ સ્ટાફ તરીકે રખાશે
​​​​​​​
આ ઉપરાંત મહિલાઓ દ્વારા મતદાન જાગૃત્તિનો સંદેશ પણ આપવામાં આવશે, સાથે સખીઓ આ મતદાન મથકો પરથી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પણ પુરું પાડશે. આ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે. મતદાન મથકો પર પ્રમુખ અધિકારી, પ્રથમ મતદાન અધિકારી, મતદાન અધિકારી, મહિલા મતદાન અધિકારી અને પટાવાળા એમ તમામ ફરજ પર મહિલાઓ જ રહેશે. આ ઉપરાંત રાજુલાના આ મતદાન મથકો પર વધારાના 9 અધિકારી કર્મચારીઓને રિઝર્વ સ્ટાફ તરીકે પણ રાખવામાં આવશે. જેમાં પણ મહિલાઓ જ રહેશે અને તેમના દ્વારા સંપૂર્ણ અને સુયોગ્ય રીતે સખી મતદાન મથકોનું સંચાલન સાથે ફરજ અદા કરવામાં આવશે. આ તમામ મતદાન મથકો સખી મતદાન મથકો તરીકે ઓળખાશે અને સશક્ત મહિલા, સબળ મહિલાનો સંદેશ સમાજમાં પ્રસારિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...