વરણી:જિલ્લામાં નવા આઠ મામલતદારની નિમણુંક

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 118 ના. મામલતદારને બઢતી અપાઈ

રાજ્યમાં મહેસુલ વિભાગે 118 નાયબ મામલતદારને બઢતી આપી હતી. જેમાં અમરેલી જિલ્લામાં 8 મામલતદારની નિમણુંક કરાઈ હતી. તો એક નાયબ મામલતદારને પ્રમોશન આપી જિલ્લા કલેકટર કચેરીમાં લઈ લેવાયા હતા. તો અમરેલીના નાયબ મામલતદારને પ્રમોશન આપી ભુજ મામલતદાર તરીકે નિમણૂંક અપાઈ હતી.

રાજ્યના મહેસુલ વિભાગના નાયબ સચિવ અમિત ઉપાધ્યાયે નાયબ માલતદાર વર્ગ 3 અને 2ને બઢતી આપવાનો આદેશ કર્યો હતો. જેમાં અમરેલીમાં ફરજ બજાવતા દિલીપભાઈ બી. પંડયાને અધિક ચીટનીશ કલેકટર કચેરી અમરેલી અને પ્રમોદભાઈ સી. પરમારને ભુજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે બઢતી અપાઈ હતી.

નાયબ મામલતદારને બઢતીના આદેશ થતા ભાવનગરથી મોહનભાઈ કે. જાળીયાને અમરેલી શહેર, દુર્લભજીભાઈ સી. પાલને ધારી, કચ્છથી યશોધર એમ.જોષીને અમરેલી ગ્રામ્ય, વડોદરાથી રતનભાઈ પી. બારીયાને ખાંભા, જામનગરથી વલવંતસિંહ.એમ.રેવરને બાબરા, દક્ષાબેન કે. જગડને અમરેલી કલેકટર કચેરી ચિટનીશ અને પ્રકાશભાઈ એમ. મહેતાને અમરેલી કલેકટર કચેરી જન સંપર્ક અધિકારી કચેરીમાં મામલતદાર તરીકે નિમણૂંક કરાઈ હતી. દિવાળી પહેલા નાયબ મામલતદારને મામલતદારનું પ્રમોશન મળતા ખુશીનો માહોલ છવાયો હતો. અમરેલી જિલ્લામાં 8 નવા મામલતદારની નિમણૂંક થતા ખાલી જગ્યાઓ પુરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...