તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:27 ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના 38 શિક્ષકોને નિમણુંકપત્ર એનાયત

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરતી બાદ પણ 18 જગ્યા ખાલી : બાયોલોજી, કેમેસ્ટ્રી, અંગેજી અને વિજ્ઞાનના શિક્ષકની ભરતી

અમરેલી જિલ્લાની 27 ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળમાં બાયોલોજી, કેમેસ્ટ્રી, અંગેજી અને વિજ્ઞાન સહિતના વિષયના 38 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. અહીં ભરતી બાદ પણ 18 શિક્ષકોની જગ્યા હજુ ખાલી છે. આગામી દિવસોમાં વેઇટિંગ લીસ્ટમાંથી શિક્ષકોની નિમણુંક કરાશે.

અમરેલી શિક્ષણ વિભાગના જી. એમ. સોલંકીએ જણાવ્યું હતું કે જિલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 56 શિક્ષકોની જગ્યા હતા. જેમાં આજે ચિતલ રોડ પર આવેલ શિક્ષણ તાલીમ ભવન ખાતે 30 શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી એમ. જી. પ્રજાપતિ અને બાકીના 8 શિક્ષકોને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આયુષ ઓક તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારના હસ્તે નિમણુંકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

જિલ્લાની 27 ગ્રાન્ટેડ શાળામાં 38 શિક્ષકો 7 જુનના રોજ હાજર થશે. અહીં સાયન્સમાં બાયોલોજી, કેમેસ્ટ્રી, સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર, કોમર્સ, અંગેજી, ભૂગોળ, ગુજરાતી, મનોવિજ્ઞાન, સંસ્કૃત અને સમાજશાસ્ત્રના વિષયમાં ભરતી કરાઈ છે. બાકી રહેલી 18 જગ્યા પર આગામી દિવસોમાં વેઇટિંગ લિસ્ટના આધારે જગ્યા ભરાશે. શિક્ષકોને નિમણુંકપત્ર એનાયત કરતા સમયે આચાર્ય સંઘના પ્રમુખ અજીતસિંહ ગોહિલ, શિક્ષક સંઘના તુલસીભાઇ મકવાણા અને મનીષભાઇ સિદ્ધપુરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...