વિધાનસભા સામાન્ય ચૂંટણી આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે અમરેલી જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે.
જિલ્લાની તમામ વિધાનસભા મતવિસ્તારમાં પર અભિનવ ચંદ્રા, સૂરજ કુમાર અને બાલચંદ્ર એસ.એનની જનરલ ઓબ્ઝર્વર તરીકે, ખર્ચ ઓબ્ઝર્વર તરીકે રામક્રિષ્ન કેડિયા અને ગુંજનકુમાર વર્મા અમરેલી જિલ્લામાં ફરજ બજાવશે. ખર્ચ ઓબ્ઝર્વર રામકૃષ્ણ કેડિયા અને ગુંજન વર્માની સરકીટ હાઉસ ખાતે બપોરે 2 થી 3 દરમિયાન મુલાકાત કરી શકાશે.
આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે જી.શિવકુમારની નિમણુક કરવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાની સરકીટ હાઉસ ખાતે સાંજે 4 થી 6 દરમિયાન મુલાકાત કરી શકાશે, ઓબ્ઝર્વર સુરજ કુમારની સાંજે 5 થી 7 દરમિયાન મુલાકાત કરી શકાશે, જ્યારે ઓબ્ઝર્વર બાલાચંદ્ર એસ.એન.ની સાંજે 5 થી 7 દરમિયાન મુલાકાત કરી શકાશે.
ધારી મત વિસ્તારમા ઓબ્ઝર્વર સુરજકુમાર ફરજ બજાવશે જેના સંપર્ક નંબર 83203-15639, અમરેલી અને લાઠી મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે અભિનવ ચંદ્રા ફરજ બજાવશે. જેમનો સંપર્ક નંબર 91069-39431, સાવરકુંડલા અને રાજુલા મતવિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે બાલચંદ્રન ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર 87804-43718 જયારે જિલ્લાના તમામ મતવિસ્તારમાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે જી.શિવકુમાર ફરજ બજાવશે. તેમનો સંપર્ક નંબર 92658-92579 છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.