તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અમરેલી પાલિકામાં કાયમી ધોરણે ચીફ ઓફિસરની નિમણૂંક કરો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદારોને દાખલાઓ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે
  • તાજેતરમાં ચીફ ઓફિસર નિવૃત થયા બાદ લોકોના કામ ટલ્લે ચઢ્યા

અમરેલી નગરપાલિકામાં 31 જુલાઈના રોજ ચિફ ઓફિસર નિવૃત થયા છે. ત્યારે બાબરાના ચિફ ઓફિસર અમરેલી પાલિકાનો ચાર્જ સંભાળી રહ્યા છે. પણ તેઓ પુર્ણ સમય માટે હાજર રહેતા નથી. જેના કારણે લોકોને મુશ્કેલી પડે છે. આવા સમયે અમરેલી પાલિકામાં કાયમી ધોરણે ચિફ ઓફિસરની નિમણૂંક કરવા વિરોધપક્ષે ભાવનગર પ્રાદેશીક કમીશ્નરને રજૂઆત કરી હતી.

અમરેલી પાલિકાના વિરોધ પક્ષના નેતા સમીરભાઈ કુરેશીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાનું મુખ્ય મથક છે. શહેરના લોકો પાલિકામાં વિવિધ દાખલાઓ મેળવવા માટે આવે છે. જેમાં ચિફ ઓફિસરની જરૂર પડે છે. પણ અમરેલી પાલિકામાં ચિફ ઓફિસર નિવૃત થયા બાદ અન્યને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. તે પણ પુરતો સમય આપી શકતા નથી. જેના કારણે અરજદારોને દાખલાઓ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે.

બીજી તરફ અમરેલીમાં ચિફ ઓફિસર ન હીવથી લોકોની સમસ્યાનો પણ સમયસર નિકાલ થતો નથી. તેમજ શહેરમાં વિકાસના કાર્યો પણ ખોરંભે ચડ્યા છે. પાલિકામાં લોકોની અનેક રજૂઆતો એકત્રીત થઈ છે. પણ તેમનો નિકાલ થતો નથી. ત્યારે અમરેલી પાલિકામાં કાયમી ધોરણે ચિફ ઓફિસરની નિમણૂંક કરવા તેમણે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...