તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો પરેશાન:ખેતીવાડી વિજપુરવઠો કાર્યરત ન થતા કિસાન સંઘનું આવેદન

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 સપ્તાહમાં વિજ પુરવઠાે કાર્યરત નહીં થાય તાે અાંદાેલન

અમરેલી જિલ્લામા વાવાઝાેડાના અેકાદ માસ કરતા વધુ સમય વિતી ગયાે હાેવા છતા ખેતીવાડી વિજ પુરવઠાે શરૂ ન થતા ખેડૂતાેમા રાેષ જાેવા મળી રહ્યાે છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા અા પ્રશ્ને વિજ કંપનીના અધિક્ષક ઇજનેરને અાવેદન પાઠવી રજુઅાત કરાઇ હતી.ભારતીય કિસાન સંઘ દ્વારા પાઠવાયેલા અાવેદનપત્રમા જણાવાયું હતુ કે જિલ્લામા વાવાઝાેડાને અેકાદ માસ કરતા વધુ સમય વિતી ગયાે છે તેમ છતા હજુ સુધી ખેતીવાડી વિજ પુરવઠાે શરૂ કરવામા વિજ કંપની નિષ્ફળ રહી છે. જેના કારણે ખેડૂતાેને નુકશાની વેઠવી પડી રહી છે. સરકાર દ્વારા પણ હજુ સુધી નુકશાનીનુ વળતર ચુકવાયુ નથી.

વિજ કંપની દ્વારા ધીમી ગતિઅે કામગીરી ચાલી રહી છે. અેક સપ્તાહમા ખેતીવાડી ફિડરાેમા વિજ પુરવઠાે અાપવામા નહી અાવે તાે ખેતી પાકમા થયેલ નુકશાનીનુ વળતર ખેડૂતાે દ્વારા જે તે તાલુકામા ચુકવવાની જવાબદારી નાયબ ઇજનેરાેની રહેશે. અાવેદનમા વધુમા જણાવાયું હતુ કે ખેડૂતાે વિજ કંપનીને સમયસર બીલ ભરી અાપે છે. જયારે ખેડૂતાે બીલ ભરવાનાે સમય ચુકે તાે વ્યાજ અથવા દંડ વસુલવામા અાવે છે. તાે ખેડૂતાેને વળતર કેમ નહી તેવા સવાલાે પણ ઉઠાવાયા હતા. અેક સપ્તાહમા ખેતીવાડી વિજ પુરવઠાે શરૂ કરવામા નહી અાવે તાે તાલુકાની વિજ કચેરીમા ધરણા કરી વિરાેધ કરાશે. અહી ભારતીય કિસાન સંઘના પ્રમુખ વસંતભાઇ ભંડેરી, અેલ.બી.ધાેળીયા, ધીરૂભાઇ ગઢીયા, સામતભાઇ જેબલીયા, પ્રેમજીભાઇ મેંદપરા, ગાેરધનભાઇ ભાલાળા, કાૈશિકભાઇ ગજેરા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

બગસરામાં પણ અાવેદન
બગસરા તાલુકામા પણ હજુ સુધી ખેતીવાડી વિજ પુરવઠાે શરૂ ન થતા કિસાન સંઘ દ્વારા અાવેદન પાઠવાયું હતુ. અહી પણ વિજ કંપની દ્વારા ધીમી ગતિઅે કામગીરી કરવામા અાવી રહી છે. જેના કારણે ખેડૂતાેમા રાેષ જાેવા મળ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...