તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં કસ્ટોડિયલ ડેથ મામલો:રાજુલામાં ગઢવી સમાજનુ મામલતદારને આવેદનપત્ર, પોલીસ કર્મી સામે કાર્યવાહીની માંગ

રાજુલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છ મુન્દ્રામા ગઢવી સમાજના યુવાનોના કસ્ટડીયેલ ડેથ મુદ્દે સૌરાષ્ટ્રમાં પણ ઘેરાપ્રત્યાઘાતો પડી રહ્યા છે. અમરેલી જિલ્લામા ગઈ કાલે બાબરા ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા મોટી સંખ્યામા એકત્ર થઈ આવેદન આપાયુ હતુ. આજે રાજુલા મામલતદાર કચેરીમા આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ કર્મી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. રાજુલા ચારણ ગઢવી સમાજ સાથે કેટલાય અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા અને આગામી દિવસોમા હજુ પણ અમરેલી જિલ્લાના તાલુકામા આવેદનપત્ર અપાય રહ્યા છે.

મુન્દ્રા પોલીસે માર મારતા 2 યુવકનો મોત થયા હતા મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદ શખ્સોને ઉઠાવી લોકઅપમાં ઢોર માર મારતા તે પૈકી અરજણ ગઢવી (રહે સમાઘોઘા)નામક યુવાનનું કસ્ટડીમાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસ ટોર્ચરને કારણે ઘાયલ થયેલા બે યુવાનોને ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. અને તેમાંથી પણ એક હરજોગ હરિ ગઢવી (ઉ.વ 22 રહે સમાઘોઘા)નું બે દિવસ પહેલા સોળ દિવસની સારવાર બાદ મોત નિપજતાં ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો