તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ખાંભાના પાટી અને નેસડી ગામમાં વાવાઝોડા બાદ જરુરિયાતમંદ લોકોને સહાય ના મળતા આવેદનપત્ર પાઠવાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્વે કરાવી ઝડપી સહાય ચૂકવવા માગ કરવામા આવી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી અને નેસડી ગામમાં તાઉ-તે વાવાઝોડાના કારણે થયેલા નુકસાન બાદ અનેક લોકોને સહાય મળવામા અન્યાય થતા ગામલોકોએ રિસર્વે કરી સહાયની ચૂકવણી કરવા માગ કરી છે.અહીં ગામમાં અનેક મકાનો પડી ગયા અનેક મકાનો ના નળીયા ઉડી ગયા ત્યારબાદ તંત્ર દ્વારા મોટા ઉપાડે સર્વે કામગીરી કરી ગયુ છે જ્યારે સર્વે બાદ ખરા અર્થમાં જે લોકોને અતિ જરૂરિયાત લોકો અતિ પછાત લોકો ને હજુ સહાય મળી નથી તેવા સમયે લોકોનો રોષ હવે વધી રહ્યો છે.

તંત્ર દ્વારા ફરી રી સર્વે કરી સહાય નહી આપે આવતા દિવસોમાં આંદોલન થઈ શકે છે જ્યારે સર્વે ટીમ દ્વારા એક જગ્યા એ બેસી સર્વે કર્યાનો પણ આક્ષેપ પણ કર્યો છે ગ્રામીણ વિસ્તારોમાં સર્વે માટે આવેલી ટીમો દ્વારા કરાયેલ સર્વેમાં મોટાભાગે ગામડામાં કચવાટ ચાલી રહ્યો છે કેમ કે મોટાભાગે બહારના કર્મચારી ઓ આવ્યા હોવાને કારણે ક્યાંક અધૂરું સર્વે તો ક્યાંક સરર્વે ચુકાય ગયુ છે તો કેટલીક જગ્યાએ ફોર્મ ભરાયા બાદ સહાય પહોંચી નથી તેને લઈ નારાજગી જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારના લોકોમાં તંત્ર અને સરકાર સામે રોષ વધી રહ્યો છે આજે નેસડી અને આ પાટી ગામમાં મોટાભાઈ સહાય થી લોકો વંચિત છે ત્યારે તંત્ર ફરીવાર સર્વે કરાવી ઝડપી સહાય ચૂકવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે

આર્થિક રીતે લોકો ગ્રામીણ વિસ્તારમાં નબળા પડી રહ્યા છેવાવાઝોડા બાદ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં અતિ ભારે નુકસાન બાદ ખેતી મકાનોમાં વ્યાપક નુકસાન બાદ ખેડૂતો સહિત લોકો આર્થિક રીતે ખૂબ નબળા પડી રહ્યા છે. તેવા સમયે સહાય નહિ મળતા લોકોની નારાજગી વધી રહી છે આવતા દિવસોમાં આંદોલન માટે પણ કેટલાક ગામડામાં તૈયારીઓ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...