• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Application Form For Conducting BLO Operation In Garuda App In Amreli, Demanded Exemption From Online Operation As It Is Difficult.

રજૂઆત:અમરેલીમાં બીએલઓની કામગીરી ગરૂડા એપમાં કરવાને લઈ આવેદનપત્ર, મુશ્કેલી પડતી હોવાથી ઓનલાઈન કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ કરી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી પંચે મતદાર નોંધણી સહિતના કામો તમામ બીએલઓને ગરૂડા એપથી કરવાનો આદેશ કર્યો છે
  • કામગીરી દરમિયાન બીએલોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

અમરેલીમાં પ્રાથમિક શિક્ષક સંઘે બીએલો દ્વારા કરવામાં આવતી કામગીરી ગરૂડા એપમાં કરવાને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા હાલ ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ બીએલઓ કે જે મોટા ભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો જ છે તેઓને સરકાર દ્વારા ગરૂડા એપથી તમામ ઓનલાઈન કામગીરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, શિક્ષકોને ગરૂડા એપમાં કામગીરી કરવાને લઈ મુશ્કેલી પડી રહી છે જેથી તેઓને આ કામમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

આ કામગીરી દરમિયાન બીએલોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમ કે કેટલાક બીએલો ટેકનોલોજીનો માર્યાદિત ઉપયોગ કરતા હોવાથી મતદારયાદી ક્ષતિવાળી બની શકે છે. કેટલીય શાળામાં કોમ્પ્યુટર કે ઈન્ટરનેટની સુવિધાઓ નથી. જેથી પણ મુશ્કેલી પડી રહી છે.

કોરોનાના સમયમાં શિક્ષણ કાર્ય બંધ હતું, જેથી શિક્ષકોનું મૂળ કામ શિક્ષણ આપવાનું હોવાથી આવી કામગીરીથી શિક્ષણ કાર્યમાં ધ્યાન આપી નહિ શકાય, આવા અનેક પ્રશ્નોનાં કારણે નિયત સમય મર્યાદામાં આ કામગીરી કરવી શક્ય નથી. જેથી શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોઈ વ્યવહારુ ઉકેલ શોધવામાં આવે અને બીએલોની કામગીરી કરતા શિક્ષકોને ગરૂડા એપ કે અન્ય રીતે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત આવેદન પત્રમાં કરવામાં આવી હતી.

થોડા દિવસો પહેલા 2 બીએલો તાલુકા મથકો પર ગેર હાજર રહેતા ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો. ત્યારથી ગણગણાટ ચાલી રહ્યો હતો. જેના કારણે આવેદન પત્ર આપ્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...