તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:આપના નેતાઓ પર થતાં હુમલાના વિરોધમાં આવેદન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જન સંવેદના યાત્રા દરમિયાન સુરક્ષા પુરી પાડો

અમરેલી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાર્ગવભાઈ મહેતા અને જિલ્લા ઉપાધ્યક્ષ નિકુંજભાઈ સાવલિયાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા ગામડાઓમાં જન સંવેદના યાત્રા ચાલી રહી છે.

પરંતુ થોડા દિવસોમાં પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલભાઇ ઇટાલીયા, મનોજભાઇ સોરઠીયા, ગુલાબસિંહ યાદવ, ઇશુદાનભાઇ ગઢવી , નિમિષાબેન ખૂંટ, મહેશભાઇ સવાણી અને પ્રવીણભાઇ રામ સહિતના કાર્યકર્તાઓ પર હુમલાના બનાવો વધ્યા છે. જેને અમરેલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વખોડી કાઢે છે.

અને હુમલાના બનાવો અટકાવવા માટે યાત્રા દરમિયાન પ્રદેશ નેતાઓને સુરક્ષા પુરી પાડવા માંગણી છે. આગામી દિવસોમાં અમારી માંગણી સ્વીકારવામાં નહી આવે તો અહિંસાના માર્ગે સરકાર સામે પ્રદર્શન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...