પરેશાન:દામનગરમાં સીટી સર્વેની ઓફિસ બંધ હોવાથી અરજદારો પરેશાન

દામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીના ઢગ

દામનગરમાં આવેલી સીટી સર્વેની ઓફિસ લાંબા સમયથી બંધ છે. જેના કારણે લોકોના કામ થતા નથી. અહી અરજદારો રેવન્યુ કામ માટે આવે છે. પણ કચેરી જ બંધ હોવાથી અરજદારોને હાડમારી વેઠવી પડે છે. ઉપરાંત કચેરીના કમ્પાઉન્ડમાં ગંદકીના ઢગ સર્જાયા હતા.અહીની સીટી સર્વેની ઓફિસ ક્યારે ખુલતી હશે ? અહી અરજદારો કામગીરી માટે તો આવે છે. પણ કચેરી જ ખુલતી નથી. અરજદારો ક્યારે કચેરી ખુલશે તેવા સવાલ કરી નીકળી જાય છે. પણ લાંબા સમયથી આ સીટી સર્વેની કચેરી બંધ હાલતમાં છે.

જેના કારણે લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે. અરજદારોની કામગીરી ટલ્લે ચડી રહી છે.દામનગરમાં સીટી સર્વેની કચેરી ફરી શરૂ કરવા જાગૃત નાગરીકે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી હતી. સાથે સાથે કચેરીના કમ્પાઉન્ડમાં કચરાના ઢગ જોવા મળે છે. પણ અહી સફાઈ પણ હાથ ધરાતી નથી. ત્યારે હવે ક્યારે દામનગરમાં સીટી સર્વેની કચેરી કાર્યરત થશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...