અપીલ:અમરેલી જિલ્લામાં SMS તથા Social Mediaનો ચૂંટણી દરમિયાન દૂરઉપયોગ અટકાવવા સાયબર ક્રાઇમનો સંપર્ક કરવા અપીલ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વિધાનસભા સમાન્ય ચૂંટણી 2022 અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી છે. અમરેલી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે ચૂંટણી દરમિયાન SMS તથા Social Mediaનો દૂર ઉપયોગ અટકાવવા સંબંધી તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભયમુક્ત રીતે યોજાય તે માટે મોનિટરીંગની કામગીરી અર્થે અમરેલી જિલ્લામાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેકટરની નિમણુક કરવામાં આવી છે.

નીચે મુજબના નંબર જાણ કરી શકાશે
જિલ્લામાં SMS તથા Social Mediaનો દૂરઉપયોગ અટકાવવા માટે તેમજ કોઇપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત ગેરરિતી તેમજ ભયનું વાતાવરણ SMS તથા Social Media દ્વારા ઉભું કરે તો તે બાબતે નિયુક્ત પોલીસ અધિકારીઓના સંપર્ક નંબર પર વોટ્સએપના તથા ફોન કે અન્ય માધ્યમથી જાણ કરી શકાશે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને આ અંગેની વિગતો વિશે જાણ કરવા, નાયબ પોલીસ અધિક્ષક મો.નં. 99784 07973, પોલીસ ઇન્સ્પેકટર મો.નં. 83204 64282 પોલીસ સબ ઇન્સ્પેકટર કોમ્પ્યુટર શાખા મો.નં. 9824904748 પર સંપર્ક કરવા અમરેલી નાયબ પોલીસ અધિક્ષક જગદીશ સિંહ ભંડારીની એ જણાવ્યું છે

અન્ય સમાચારો પણ છે...