તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Another Starving Young Man From Mumbai Tested Positive For Corona, A Total Of 9 Patients In Amreli: Old Man Admitted To Civil Died Before Report

કરોના સંકટ:મુંબઇથી આવેલાે વધુ એક ભુખલી સાંથળીનો યુવાન કોરોના પાેઝિટીવ, અમરેલીમાં કુલ 9 દર્દી: સિવીલમાં દાખલ વૃદ્ધાનું રિપોર્ટ પૂર્વે મોત

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. એક સમયે લાંબા સમય સુધી અમરેલી જિલ્લો ભલે કોરોના મુકત હતો. પરંતુ રાજયના  અન્ય વિસ્તારોમાથી લોકોને અહી આવવાની પરવાનગી અપાયા બાદ હવે કોરોનાના કેસો ધડાધડ બહાર આવી રહ્યાં છે.

કુંકાવાવ તાલુકાના ભુખલી સાંથળી ગામનો 39 વર્ષીય યુવાન ગત 23મી તારીખે મુંબઇથી સાવરકુંડલા આવેલી ખાસ ટ્રેનમા આવ્યો હતો. આ યુવકને થોડા સમય માટે કુંકાવાવના કવોરેન્ટાઇન સેન્ટરમા રાખવામા આવ્યો હતો. અને બાદમા વતનમા પોતાના ઘરે જવા દેવાયો હતો. આ યુવાનને તાવ, ઉધરસના લક્ષણો જણાતા ગઇકાલે અમરેલી સિવીલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો. જયાં તેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો હતો. કુંકાવાવ તાલુકામા અત્યાર સુધીમા કોરોનાના બે પોઝીટીવ કેસ આવી ચુકયા છે. અગાઉ દેવગામમા પણ એક યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અગાઉ અમરેલી જિલ્લામા 8 પોઝીટીવ કેસ આવ્યા હતા અને આજે નવમો કેસ બહાર આવતા મસમોટુ તંત્ર ભુખલી સાંથળી ખાતે દોડી ગયુ હતુ. અહી કન્ટેઇન્મેન્ટ ઝોન બનાવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. અગાઉ અમરેલી સિવીલમા કોરોનાના સાજા થયેલા બે દર્દીઓને રજા આપી દેવાઇ છે. બીજી તરફ અમરેલીના ચિતલ રોડ પર રહેતા એક 65 વર્ષીય વૃધ્ધાનુ અમરેલી સિવીલમા આજે મોત થયુ હતુ. તેઓ કોરોનાના શંકાસ્પદ દર્દી હોય તંત્રએ રીપોર્ટ કરાવ્યો હતો પરંતુ રીપોર્ટ આવ્યા પહેલા જ તેમનુ મોત થયુ છે. રીપોર્ટ કાલે આવશે.

અન્ય સમાચારો પણ છે...