કાર્યવાહી:ફાયર સેફટીના મુદ્દે અમરેલીમાં વધુ એક કોમ્પલેક્સ સીલ કરાયું

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોમ્પ્લેક્સમાં આવેલી તમામ દુકાન સીલ મારી દેવાઇ. - Divya Bhaskar
કોમ્પ્લેક્સમાં આવેલી તમામ દુકાન સીલ મારી દેવાઇ.
  • શ્યામ સુંદર કોમ્પલેક્સમાં ફાયર સેફટીના પુરતા સાધનો ન હતાં

અમરેલીમા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શહેરના વિવિધ કોમર્શિયલ કોમ્પલેક્ષમા ફાયર સેફટીની સુવિધા નહી હોવાના મુદે કાર્યવાહી કરવામા આવી રહી છે. અગાઉ મેડિકલ કોલેજ અને એક કોમ્પલેક્ષ સીલ કરાયા બાદ આજે વધુ એક કોમ્પલેક્ષને સીલ મારી દેવામા આવ્યું હતુ.અમરેલી શહેરની અનેક બિલ્ડીંગ એવી છે જેમા પુરતી ફાયર સેફટીની સુવિધા નથી. અગાઉ તંત્ર દ્વારા વારંવાર નોટીસો આપવામા આવી છે આમ છતા અનેક કોમ્પલેક્ષમા ફાયર સેફટીની કોઇ સુવિધા ઉભી કરવામા આવી રહી નથી. જેને પગલે હવે આવા બિલ્ડીંગો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે.

આજે અમરેલી જિલ્લા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ચક્કરગઢ રોડ પર આવેલ શ્યામ સુંદર કોમ્પલેક્ષમા સીલીંગની કામગીરી હાથ ધરવામા આવી હતી. શ્યામ સુંદર કોમ્પલેક્ષમા ફાયર સેફટીની અપુરતી સુવિધા છે. જે અંગે તંત્ર દ્વારા નોટીસ પણ અપાઇ હતી. છતા યોગ્ય સુવિધા ઉભી ન કરાતા આજે કોમ્પલેક્ષમા આવેલી તમામ દુકાનોને સીલ મારી દેવામા આવ્યું હતુ. આ ઉપરાંત ચક્કરગઢ રોડ પર આવેલ વાસ્તુ એપાર્ટમેન્ટ નામની ત્રણ બિલ્ડીંગની લીફટને પણ સીલ મારવામા આવ્યું હતુ. ગઇકાલે માર્કેટીંગયાર્ડના એક કોમ્પલેક્ષને તથા ચાર દિવસ અગાઉ અહીની મેડિકલ કોલેજને આ જ મુદે સીલ મરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...