કોરોના મહામારી:જિલ્લામાં કાેરાેનાના વધુ 27 કેસ: કુલ કેસ 2032

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોરઠમાં વધુ 46 પોઝિટીવ: 55 ડિસ્ચાર્જ

અમરેલી જિલ્લામા કાેરાેનાની ગતિ બેકાબુ બની છે. દિવસેને દિવસે કાેરાેનાના કેસ વધી રહ્યાં છે. ગઇકાલે નવા 30 કેસ નાેંધાયા બાદ આજે કાેરાેનાના વધુ 27 કેસ નાેંધાયા હતા. આમ જિલ્લામા અત્યાર સુધીમા કાેરાેનાના કુલ કેસની સંખ્યા 2032 પર પહાેંચી છે.

જિલ્લામા કાેરાેના બેકાબુ છે. આરાેગ્ય વિભાગ દ્વારા પણ કાેરાેનાને નાથવા અને વધુ સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના તમામ પગલા લેવામા આવી રહ્યાં છે. જાે કે તેમ છતા કાેરાેનાએ તેની ગતિ પકડી રાખી છે. આજે નવા 27 કેસ સામે આવ્યા હતા. હાલ 259 દર્દીઓ સારવારલઇ રહ્યાં છે. જયારે 39 દર્દીઓ સાજા થઇ જતા હાેસ્પિટલમાથી રજા અાપી દેવામા આવી હતી. અત્યાર સુધીમા કાેરાેનાથી 32 વ્યકિતએ જીવ ગુમાવ્યા છે. હાલ જિલ્લામા કાેરાેનાની કુલ સંખ્યા 2032 પર પહાેંચી છે. જ્યારે સોરઠમાં વધુ 46 ને કોરોના પોઝિટીવ આવ્યો છે. જ્યારે 55 દર્દીએ કોરાનાને મ્હાત આપી છે.

અન્ય સમાચારો પણ છે...