અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે બપોરના સમયે 1.4 રિકટર સ્કેલનો આંચકો નોંધાયો છે. ખાંભાના નાની ધારી-ઈંગોરાળા વચ્ચે આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં એકથી બે મહિનામાં સૌથી વધુ ધરા ધ્રુજતા લોકો ફફડી ઉઠ્યા છે. આજે બપોરે 2:32 વાગે ભૂકંપનો આંચકો ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો હતો. ખાંભાના નાની ધારી ઈંગોરાળા વચ્ચે કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આ આંચકે 1.4 રિકટર સ્કેલ પર નોંધાયો હતો.બીજી તરફ સાવરકુંડલા ખાંભા આસપાસ આવેલ ગીર પંથકનો ગ્રામીણ પટ્ટો છે તેજ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જેના કારણે લોકો દિવસ રાત હવે અહીં એલર્ટ બન્યા છે. હળવો આંચકો આવે તો પણ લોકો ઘરની બહાર તુરંત નીકળી જાય છે. જેના કારણે હવે અહી પણ ગભરાટનો માહોલ વધુ સર્જાય શકે છે.
થોડા દિવસો પહેલા આવેલ ભૂકંપના કારણે ચાલુ શાળામાંથી વિધાર્થીઓ સ્કૂલ બહાર નીકળી ગયા હતા. જોકે ત્યારબાદ અહીં તંત્ર દ્વારા કેટલીક સલાહ અને માર્ગદર્શન આ વિસ્તારના ગામડાઓના લોકોને આપવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.