પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દામનગરમા આવેલ સુપ્રસિધ્ધ કુંભનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભાવિકો અહી બિલ્વપત્ર, દુધ અને પુષ્પોનો અભિષેક કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. દામનગરમા કુંભનાથ મહાદેવ મંદિરે શિવભકતો ભાવપુર્વક ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યાં છે.
અહી મહારાજા ગાયકવાડે બંધાવેલ તળાવ કુદરતી સૌદર્યમા વધારો કરે છે. મંદિરની આસપાસ પ્રકૃતિ મંદિરની શોભામા અભિવૃધ્ધિ કરે છે. અહી પક્ષીઓના કલરવ સાથે કુદરતી દ્રશ્યો જોવા મળે છે. હાલ અહી મોટી સંખ્યામા ભાવિકો કુંભનાથ મહાદેવને શિશ ઝુકાવી પુજન અર્ચન, આરતીનો લ્હાવો માણી રહ્યાં છે.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે અહી સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. શિવભકતેાએ બિલ્વપત્ર, દુધ, પુષ્પોનો અભિષેક કરી દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત ભાવિકો અહી દરરોજ આરતીનો લાભ લઇ રહ્યાં છે. કુંભનાથ મહાદેવને દરરોજ જુદાજુદા શણગાર સજાવવામા આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.