તુલસી વિવાહની ઉજવણી:તુલસીશ્યામ મંદિરે અન્નકુટ દર્શન, લોકો ઠાકોરજીની જાનમાં જોડાયા

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં તુલસી વિવાહની ભાવભેર ઉજવણી
  • અભરામપરા, જાફરાબાદના વારાહસ્વરૂપ ખાતે પણ આયોજન

અમરેલી જિલ્લામા દેવ દિવાળીના પવિત્ર દિને તુલસી વિવાહનુ અાયાેજન કરાયુ હતુ. ગીર મધ્યે અાવેલ તુલસીશ્યામ ખાતે ભવ્ય અન્નકુટ તેમજ સાવરકુંડલાના અભરામપરા તેમજ જાફરાબાદના વારાહસ્વરૂપ ખાતે તુલસી વિવાહનુ અાયાેજન કરાયુ હતુ. લાેકાે હાેંશેહાેંશે ઠાકાેરજીની જાનમા ગયા હતા અને તુલસી વિવાહનાે પ્રસંગ માણ્યાે હતાે.

સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે તુલસી વિવાહની જૂની પરંપરા મુજબ જાડેરી જાન જોડી અનોખી ઉજવણી કરાઇ હતી. અહી રહેતા માલધારી સમાજ જાનૈયા બની ઠાકોરજીને શણગારેલા બળદ ગાડામાં પધરાવી જાડેરી જાન જોડી હતી. શણગારેલા બળદગાડા અને જાનૈયાઓનું અદકેરું સ્વાગત કરાયુ હતુ. અહી સાૈ કાેઇ રાસ ગરબા અને સંગીતના તાલે ઝૂમી ઉઠયાં હતા. માેટી સંખ્યામા લાેકાેઅે ઠાકાેરજીના વરઘાેડામા ભાગ લીધાે હતાે. યુવાનાેઅે પણ પૌરાણિક પાઘડી પહેરી વિસરાતી જતી માલધારી સમાજની પોશાક પરંપરા અને બળદગાડા પર હાથ ભરતના બળદગાડાના શણગારને સજાવી નવી પેઢીને પુરાતન પરંપરાને અવગત કરવા માટે પ્રયાસ કર્યાે હતાે.

અા ઉપરાંત જાફરાબાદના વારાહસ્વરૂપ ખાતે તુલસી વિવાહનુ અાયાેજન કરાયુ હતુ. અહી શિયાળબેટથી ઠાકાેરજીની જાન અાવી પહાેંચી હતી. ઠાકાેરજીના વરઘાેડામા અાગેવાનાેઅે રૂપિયા ઉડાવ્યા હતા. અા પ્રસંગે પુર્વ સંસદીય સચિવ હિરાભાઇ સાેલંકી, મીઠાભાઇ લાખણાેત્રા, હરસુરભાઇ લાખણાેત્રા, મુકેશભાઇ ગુજરીયા વિગેરે અાગેવાનાેઅે તુલસી વિવાહનાે લ્હાવાે લીધાે હતાે. જયારે પીપા ભગતની જગ્યા ખાતે મહાપ્રસાદનુ અાયાેજન કરાયુ હતુ. અહી બટુકબાપુ અને મહેશબાપુ દ્વારા ઠાકાેરજીનુ પુજન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...