તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ કેસ:અનીડાની કિશાેરીને કેફી પીણું પીવડાવી બાવળાના શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યુ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાંભામાં પિતા પાસે જવા નીકળેલી કિશાેરીને બાેલેરાેમાં લીફટ અાપી સાેમનાથ પંથકમા લઇ ગયાે

ખાંભા તાલુકાના અનીડા ગામની કિશાેરી અેક સપ્તાહ પહેલા પાેતાના માતા પિતાઅે ભાગ્યુ રાખેલ વાડીઅે ખાંભા ગામે જવા નીકળી હાેય ત્યારે બાવળાના બેાલેરાે ચાલકે તેને લીફટ અાપી બાેટલમા પીણુ પીવડાવી બેભાન બનાવી સાેમનાથ તથા અાસપાસના વિસ્તારમા અવારનવાર દુષ્કર્મ ગુજારતા કિશાેરીઅે અા અંગે ખાંભા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

દુષ્કર્મની અા ઘટના ગત 19મી તારીખે બની હતી. અનીડા ગામની કિશાેરીઅે અા અંગે ખાંભા પાેલીસ મથકમા અમદાવાદ જિલ્લાના બાવળાના ગણપત નાનજી પરમાર નામના શખ્સ સામે ફરિયાદ નાેંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે માતા પિતાઅે ખાંભામા ભાગીયુ વાડી રાખી છે. તે પાેતાની બહેન સાથે અનીડામા હતી અને બહેન સાથે રસાેઇ બનાવવા બાબતે બાેલાચાલી થતા તે ઘરેથી માતા પિતા પાસે જવા માટે નીકળી ગઇ હતી. ગામના બસ સ્ટેન્ડ પાસે ગણપત પરમાર બાેલેરાે લઇને ઉભાે હાેય ખાંભા જવા માટે તે તેમા બેસી ગઇ હતી.

નાના વિસાવદરના પાટીયા નજીક પહાેંચતા અા શખ્સે તેને પાણીની બાેટલમાથી કાેઇ પ્રવાહી પીવડાવ્યું હતુ જેના કારણે તે બેભાન થઇ ગઇ હતી. અા શખ્સ તેને સાેમનાથ લઇ ગયાે હતાે અને ગામ બહાર રાેડની સાઇડમા બેાલેરાેમા જ તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. ત્યારબાદ જુદીજુદી જગ્યાઅે લઇ જઇ તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અા શખ્સ પાસેથી મુકત થયા બાદ કિશાેરીઅે ઘરે અાવી પરિવારને વાત કરી હતી અને અાખરે ખાંભા પાેલીસમા ફરિયાદ નાેંધાવાઇ હતી. સીપીઅાઇ કે.સી.રાઠવા બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...