તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:રાજુલાના કોવાયા પાસેથી 5 સિંહને અન્ય સ્થળે લઈ જવાતા પર્યાવરણપ્રેમીઓમાં રોષ, સિંહને પરત મૂકી જવા માગ કરી

અમરેલી23 દિવસ પહેલા
  • સિંહપ્રેમીઓ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામા આવ્યું

ગુજરાત અને દેશની શાન ગણાતા એશિયાટિક સિંહો માટે અમરેલી જિલ્લામાં ખેંચતાણ શરૂ થઈ છે. 18 ઓગસ્ટ મધરાતે ધારી ગીર પૂર્વની ટીમ દ્વારા રાજુલા તાલુકામાં આવેલ કોવાયા પીપાવાવ વિસ્તારમાં આવેલ રેવન્યુ વિસ્તારના 5 સિંહો (3 સિંહણ 2 પાઠડા) વનવિભાગ દ્વારા ખાનગી રાહે અહીંથી લઈ જવાતા રોષ નો માહોલ ઉભો થયો છે. છઠ્ઠા દિવસે પણ સિંહો પરત નહી આવતા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે.

આજે 100 ઉપરાંત પર્યાવરણ પ્રેમીઓ રાજુલા એકત્રિત થઈને પ્રથમ રાજુલા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. અહીં સૂત્રોચ્ચાર કરી સિંહને પરત કોવાયા પાસે જ મુક્ત કરવાની માગ કરી હતી. પ્રાંત કચેરી આવેદન પત્ર આપી ત્યારબાદ રાજુલા બૃહદ ગીર રેન્જ કચેરી ખાતે રેલી સ્વરૂપે પોહચી કચેરી નો ઘેરાવ કરી સિંહો પરત છોડવાની માંગણી સાથે અહીં સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.

રજૂઆત માટે આ વિસ્તારનાના અલગ અલગ ગ્રામીણ વિસ્તારમાંથી યુવાનો પહોંચ્યા હતા. જોકે કચેરીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત પહોંચાડવા માટેની માત્ર ખાત્રી અપાય હતી. જયારે મહત્વની વાત એ છે કે, આજે 6 દિવસ વીત્યા છતાં હજુ વનવિભાગ દ્વારા સિંહો ને પરત મુક્ત નથી કર્યા ઉપરાંત આ અંગે કોઈ ખુલાસો પણ કર્યો નથી તેને લઇ લોકો અને આ વિસ્તારના સિંહપ્રેમી ઓ મા નારાજગી સાથે રોષ વધી રહ્યો છે.

અહીં સિંહને પરિવારની જેમ રાખીએ છીએ- હિરેન સોનીસિંહપ્રેમી હિરેન સોનીએ કહ્યું હતું કે, અમારા વિસ્તારનું ગૌરવ ઘરેણું કહી શકાય તેવા સિંહોને ક્યાં લઈ ગયા? અમે એને ગામડાના ખેડૂતો પરિવાર સાથે રહે છે તેમ સાચવીએ છીએ છતા વનવિભાગ આવી રીતે સ્વસ્થ સિંહોને કોઈના ઈશારે લઈ જાય તે દુઃખદ બાબત છે અમે સિંહોને પરત લાવીને જંપીશુ.

અમારા વિસ્તારમાં હતા એટલે ડાલામથા બન્યા છે- સિંહ પ્રેમીસિંહપ્રેમી મુનાભાઈ વરૂ એ કહ્યું અન્ય જગ્યાએ સિંહોને કોઈ સાચવી શકતુ નથી એટલે લોકો અહીં સાચવે છે આ વિસ્તાર રેવન્યુ અને દરિયા કાંઠાના વિસ્તારમાં સિંહોને ખૂબ અનુકૂળ વિસ્તાર પસંદ આવ્યો છે તેમ છતા વનવિભાગ આવી રીતે લઈ જાય તે યોગ્ય ન કહેવાય. આજે આવેદનપત્ર આપી રજુઆત કરી છે આવતા દિવસોમા વધુ પર્યાવરણ પ્રેમીઓ એકઠા થઇ વિરોધ કરીશું.

અન્ય સમાચારો પણ છે...