ST બસ ક્યારે શરૂ થશે?:રાજુલાના જૂની માંડરડી ગામમાં સારા રસ્તા બન્યા બાદ પણ બસ શરૂ ન થતા ગ્રામજનોમાં રોષ

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • APMC ડાયરેક્ટર દ્વારા એસ.ટી.વિભાગને પત્ર લખી બસ શરૂ કરવા રજૂઆત કરી

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથકના છેવાડાના અનેક ગામડા એવા છે જ્યાં એસ.ટી.બસની સુવિધા હજુ પણ નથી. વર્ષો પહેલા ગામડામાં રોડ રસ્તાની સુવિધાઓ ન હોવાને કારણે એસટી.વિભાગ દ્વારા એસ.ટી.બસ ન જતી જ્યારે હાલમાં રોડ રસ્તાની સુવિધાઓ ગામડામા છે પરંતુ એસ.ટી.બસની સુવિધા ગામડામાઓમાં હજુ પણ નથી શરૂ થઈ. જેના કારણે ગામમાં ફરી બસ શરૂ કરવાની માગ કરી છે.

દિવસ દરમિયાન ત્રણ વખત સુવિધા આપવા માગ
રાજુલા તાલુકાના જૂની માંડરડી ગામના અગ્રણી અને APMC ડાયરેકટર રમેશભાઈ વસોયાએ રાજુલા એસ.ટી.ડેપોને પત્ર લખી રજુઆત કરી છે. આ ગામ 3500 જેટલા લોકોની વસ્તી ધરાવતું ગામ છે. અહીં રોડ રસ્તાની સુવિધા છે અહીં કોઈ ખાનગી વાહનોની પણ વ્યવસ્થા નથી જેના કારણે લોકો વધુ પરેશાની ભોગવી રહ્યા છે. આ ગામના વિધાર્થીઓ ખેડૂતો મજૂરો હીરાના રત્નકલાકરો સહિત લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે એસ.ટી.વિભાગ સવાર-બપોર-સાંજ દિવસ દરમ્યાન 3 વખત આ ગામને એસ.ટી.બસની સુવિધા મળે તેવી માંગ કરી છે.

આ ગામોમાં હજી નથી આવતી એસટી બસ
​​​​​​​
રાજુલા જાફરાબાદ પંથકના છેવાડા અને દરિયાઈ કાંઠે અનેક ગામડામાં આજદિન સુધી એસ.ટી.બસ સુવિધા નથી જાપોદર,માંડરડી,ખાખબાઈ,ચાંચ બંદર,ખેરા, વડ,ભચાદર, ઉંચેયા,ધારાનાનેસ,જેવા અનેક ગામડાઓ આવેલ છે. એસ.ટી.વિભાગની બસ નથી આવતી જેના કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...