આવેદન:નવા ઉજળામાં માલધારીઓના વાડા ખાલી કરાવવા બાબતે સરપંચના પતિ સામે રોષ

વડીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડીયા માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. - Divya Bhaskar
વડીયા માલધારી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું.
  • માલધારી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયું

વડીયા તાલુકાના નવા ઉજળા ગામે માલધારીના પશુઓ અને વાડાઓના મુદ્દે ખેંચતાણ જોવા મળી રહી છે. અહી વાડા ખાલી કરાવવા મુદે માલધારીઓમા રોષ પ્રવર્તી રહ્યો હોય ગોપાલક માલધારી સેનાની આગેવાનીમા આજે વડીયા મામલતદારને આવેદન પાઠવાયું હતુ.

ગોપાલક માલધારી સેના દ્વારા મામલતદારને પાઠવેલા આવેદનપત્રમા જણાવ્યા અનુસાર નવા ઉજળા ગામે સર્વે નંબર 1 અને 1 પૈકીમા આવેલા માલધારીના વાડાઓની જમીન ગ્રામપંચાયતને જરૂરિયાત હોય તેવા હેતુથી ખાલી કરવા અને માલધારીઓના વાડા ખાલી કરાવવા સરપંચના પતિએ જાણે ઠેકો લીધો હોય તેમ સરપંચ પતિ દ્વારા માલધારી સમાજના લોકોને ધાક ધમકી આપી.

શારીરિક માનસિક ત્રાસ આપી વાડા ખાલી કરાવવા દબાણ કરતા માલધારી સમાજ દ્વારા ગોપાલક માલધારી સેનાના નેજા નીચે સરપંચ પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવા, વાડા ખાલી ન કરાવવા અને અન્ય સરકારી જમીનમા થયેલા દબાણ દુર કરવા માંગણી કરવામા આવી હતી. આ તકે અરવિંદભાઈ માલધારી, તાલુકા ભાજપ માલધારી સેલના મયુર સાનિયા સહીત માલધારી આગેવાનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. અને સરપંચ પતિ પર નિયમાનુસાર કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...