હડતાલ:રાજુલા, લીલિયામાં વિવિધ માંગણીઓ મુદ્દે આંગણવાડીની બહેનો હડતાલ પર

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઘુતમ વેતન વધારો, નિવૃતિ વય મર્યાદા, ગ્રેચ્યુઇટીની રકમ સહિતના પ્રશ્નો ઉકેલો

રાજુલામા આંગણવાડી વર્કર અને હેલ્પર મહિલાઓ ત્રણ દિવસની હડતાલ પર ઉતરી ગયા હતા. અહી મહિલાઓએ સુત્રોચ્ચાર કરી રેલી કાઢી આંગણવાડીના અધિકારીને આવેદન પાઠવ્યું હતુ. જો કે મહિલાઓ સવારના 10 વાગ્યાથી બપોરના દોઢ વાગ્યા સુધી મેદાનમા બેસી રહ્યાં હતા અને અંતે અધિકારી હાજર ન હોય કલાર્કને આવેદન પાઠવ્યું હતુ.

તો લીલીયામા પણ આજે આંગણવાડીની બહેનો હડતાલ પર ઉતરી ગઇ હતી. અહી પણ મહિલાઓએ આવેદન પાઠવી જણાવ્યું હતુ કે સરકાર અન્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી રહી છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે કામ કરતી બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગ કરી હતી. વર્કરને રૂપિયા 7500મા વધારો કરી 12 હજાર કરવા તેમજ હેલ્પરને મળતા 3900મા વધારો કરી 7500 રૂપિયા કરવા માંગણી કરી હતી.

આ ઉપરાંત વર્ષ 2019મા આપેલ મોબાઇલ ચાલતા પણ નથી જેથી નવા સારા મોબાઇલ આપવા, પેન્શન અને પીએફની યોજના લાગુ કરવા, વર્કરમાથી સુપરવાઇઝરનુ અને હેલ્પરમાથી વર્કર તરીકે પ્રમોશન 50 ટકા જગ્યા ઉપર આપવાના પરિપત્રનો અમલ કરવા માંગણીઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...