અમરેલીની ખાંભા-તુલશીશ્યામ રેન્જમાં કોટડા ગામના ખેડૂતની વાડીમાં ખુલ્સા કૂવામાં સિંહ અને સિંહણ પડી જતા મોત થયા હોવાનું સામે આવ્યું છે. વનવિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી બંનેના મૃતદેહ બહાર કાઢી આંબરડી સફારી પાર્કમાં પીએમ માટે ખસેડ્યા છે. સિંહ અને સિંહણ શિકારની પાછલ દોટ લગાવતી સમયે અકસ્માતે કૂવામાં પડ્યા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
દેશની શાન ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યા અમરેલીમાં વધી રહી છે. એજ રીતે તેમના મોતની સંખ્યા પણ વધી રહી છે. અમરેલી જિલ્લામાં આવેલ ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ ખાંભા તુલસી શ્યામ રેન્જમાં આવેલા કોટડા ગામના ખેડૂતની વાડીમાં આવેલા ખુલ્લા કૂવામાંથી સિંહ અને સિંહણના મૃતદેહ મળી આવ્યા છે.આશરે 35 ફૂટ ઊંડા કૂવામાં પાણી ભરેલું હતું.
વનવિભાગને જાણ થતા બંનેના મૃતદેહ કૂવામાંથી બહાર ાકઢી આંબરડી સફારી પાર્કમાં પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સિંહ અને સિંહણ શિકારની પાછલ દોટ લગાવતી સમયે અકસ્માતે કૂવામાં ખાબક્યા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.