દુર્ઘટના:વડિયાના ખડખડમાં કુવામાં પડી જતા વૃદ્ધ ખેડૂતનું મોત

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાણી વાળવાનંુ હોય કુવા કાંઠે પાણી જોવા જતા અકસ્માતે પગ લપસતા સર્જાઇ દુર્ઘટના

વડીયા તાલુકાના ખડખડમા રહેતા એક વૃધ્ધ ખેડૂત પોતાની વાડીએ સોયાબીનનુ વાવેતર કરેલ હોય કુવા કાંઠે મોટર ચાલુ કરવા ગયા હતા ત્યારે કુવામા પાણી જોવા જતા અકસ્માતે કુવામા ખાબકતા તેમનુ મોત નિપજયું હતુ.વૃધ્ધ ખેડૂતનુ કુવામા પડી ડૂબી જતા મોત થયાની આ ઘટના વડીયા તાલુકાના ખડખડમા બની હતી.

અહી રહેતા બચુભાઇ હરીભાઇ પાઘડાળ (ઉ.વ.70) નામના વૃધ્ધ ખેડૂત પોતાની વાડીએ ગઇકાલે સવારના નવેક વાગ્યે ખેતીકામ માટે ગયા હતા. તેમણે ખેતરમા સોયાબીનનુ વાવેતર કર્યુ હોય અને પાણી વાળવુ હોય તેઓ વાડી કાંઠે મોટર ચાલુ કરવા ગયા હતા. બાદમા તેઓ કુવા કાંઠે પાણી જોવા જતા અકસ્માતે પગ લપસતા કુવામા પડી જતા તેમનુ ડૂબી જવાથી મોત થયુ હતુ. બનાવ અંગે પંકજભાઇ બચુભાઇ પાઘડાળે વડીયા પોલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...