આયોજન:અમરેલીમાં દશનામ સમાજનો પરિચય મેળો યોજવામાં આવ્યો

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાધુ- સંતો અને મહાનું ભાવોનું સન્માન કરવામાં આવ્યું

અમરેલીના લીલીયા રોડ પર આવેલ ત્રિમંદિર ખાતે દશનામ દર્શિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દશનામ સમાજના લગ્નોત્સુક યુવક- યુવતિ માટે પરિચય સંમેલનનું આયોજન કરાયું હતું. અહી સમાજના સાધુ સંતો, દાતાઓ, રાજકીય નેતાઓ, ભજનિકો, ગાયકો અને સાંજીદાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

દશનામ સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરાયું હતું. પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને આ સેમિનારને મોકૂફ રખાયો હતો. આ પ્રસંગે અશ્વિનગીરીબાપુ, હરેશ પ્રગટબાપુ, રસીકરપ્રગટબાપુ, રજનિશ ગીરીબાપુ, હસમુખગીરીબાપુ, નટવરગીરીબાપુ, હરેશગીરી રૂપગીરી મનિષગીરી, અશ્વીનગીરી, ડો. પિયુષગીરી ગોસાઈ, ઓતમગીરી બાપુ, પ્રતાપગીરી બાપુ, જીતેન્દ્રગીરી, મનહરપુરી, ભાવેશ સોઢા અને તુષારભાઈ જોષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે શિલ્પાબેન, જનકપુરી, ભાવેશગીરી, અતુલપુરી, ચંદ્રકાંતગીરી, ચીમનગીરી, હિરેનગીરી વિગેરે જહેમત ઉઠાવી હતી. અતુલપુરીએ જણાવ્યું હતું કે યુવાનોને ઉચ્ચ શિક્ષણ મળે શિક્ષિત અને સંસ્કારી બને તથા ધંધા રોજગારી પ્રાપ્ત થાય તે માટે સંસ્થા પ્રયત્ન કરશે. દરેક જિલ્લાની એક સંસ્થા બને અને વિદ્યાર્થીઓ માટે અનેક કાર્ય થાય તે માટે આ સંમેલન મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...