વરસાદ:કુંકાવાવમાં વીજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે પવનથી અમરેલી રોડ પર વૃક્ષો પડ્યા : વડિયા, બગસરામાં પોણો ઇંચ

હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી અમરેલી જિલ્લામા બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામા આવી છે. તેની વચ્ચે આજે કુંકાવાવ પંથકમા ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે દોઢ ઇંચ વરસાદ થયો હતો.

કુંકાવાવમા ઢળતી સાંજે ઘનઘોર વાદળો ચડી આવ્યા હતા અને વરસી પડયા હતા. ગાજવીજ ઉપરાંત ભારે પવન હોવાના કારણે કુંકાવાવ અમરેલી રોડ પર કેટલાક વૃક્ષો પડી ગયા હતા. આ ઉપરાંત વિજળી પણ ગુલ થઇ ગઇ હતી. જયારે વડીયામા પણ ઢળતી સાંજે પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો.

આવી જ રીતે બગસરા પંથકમા પણ સાંજના સમયે વરસાદ તુટી પડતા અહી જોતજોતામા પોણો ઇંચ પાણી પડયુ હતુ. અમરેલી શહેરમા પણ સાંજના સુમારે જોરદાર ઝાપટુ વરસી ગયુ હતુ. સાંજ સુધીમા અમરેલીમા 2મીમી, બગસરામા 17મીમી, બાબરામા 2મીમી, લાઠીમા 8મીમી વરસાદ નોંધાયો હતો. વડીયાના અનીડા, ઉજળા, ખાખરીયા, અમરાપુર વિગેરે ગામમા મેઘમહેરથી ખેડૂતો રાજી થયા છે.

અન્ય સમાચારો પણ છે...