તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલીમાં 2 વર્ષમાં 16744 વાહન ચાલકને રૂપિયા 59 લાખનો ઇ-મેમો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રૂ. 39 લાખથી વધુનો દંડ વસુલ્યો, રૂ. 19 લાખનો દંડ બાકી

અમરેલીમાં ટ્રાફિકના નિયમોના પાલન માટે જુદા જુદા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અમરેલીમાં છેલ્લા બે વર્ષમાં 16744 વાહન ચાલકોને ઇ - મેમાના માધ્યમથી રૂપિયા 59,56,300નો દંડ ફટકાર્યો છે. જેમાં પોલીસે વાહન ચાલક પાસેથી રૂપિયા 39,66,600નો દંડ વસુલયો છે. અને રૂપિયા 19,89,700નો દંડ વસુલવાનો બાકી બોલે છે.

અમરેલીમાં ટ્રાફિક નિયમન માટે જુદા જુદા વિસ્તારમાં 213 જેટલા સીસીટીવી કેમેરા લગાવાયા છે. અહીં શહેરભરમાં કમાન્ડ કન્ટ્રોલ રૂમના માધ્યમથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ઇ - મેમો પાઠવી દંડ કરવામાં આવે છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ ઈ મેમા અંગેના પૂછાયેલા સવાલમાં સરકારે આંકડા રજૂ કર્યા હતા. જેમાં અમરેલીમાં છેલ્લા બે વર્ષમાં 16744 વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનો ભંગ બદલ રૂપિયા 59,56,300નો દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું હતું. તેમજ અમરેલીમાં પોલીસે રૂપિયા 39,66,600નો દંડ વાહન ચાલક પાસેથી બે વર્ષમાં વસુલયો છે. બીજી તરફ રૂપિયા 19,89,700નો દંડ વસૂલવાનો હજુ બાકી બોલે છે. અમરેલીમાં 16744 વાહન ચાલક પાસેથી 66 ટકા રકમ વસુલ કરાઈ છે. તેમજ 34 ટકા વાહન ચાલકોએ હજુ દંડ ભર્યો જ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો