ચુંટણી:5 સીટ પર નોટામાં પડે છે સરેરાશ 2800 મત, જે ત્રિ- પાંખીયા જંગમાં બની શકે છે નિર્ણાયક

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ અમરેલીમાં અનેક વખત ત્રણ હજારથી ઓછા મતની હારજીત થઇ ચૂકી છે ત્યારે નોટામાં મત આપનારા મતદારો ગમે તેની બાજી બગાડી શકે છે

ચુંટણીપંચ દ્વારા મતદારોને ચુંટણીમા ઉભેલા કોઇપણ મતદારને મત આપવો ન હોય તો નોટાનુ બટન દબાવવાનો વિકલ્પ આપવામા આવ્યો છે. અને પાછલી ચુંટણીઓનો ટ્રેન્ડ જોતા અમરેલી જિલ્લાની પાંચેય સીટ પર લગભગ બે ટકા મતદારો નોટાનુ બટન દબાવે છે. ખાસ કરીને ત્રિપાંખીયો જંગ હોય અને બે ટકા મતદારો નોટાની દિશામા જતા હોય તો આ ચુંટણીમા આ મતદારો કોઇપણનુ ગણિત બગાડી શકે છે. આમ રાજયમા દર વખતે મુખ્યત્વે ભાજપ અને કાેંગ્રેસ વચ્ચે જંગ હોય છે. જો કે જયારે પણ ત્રીજા પક્ષનો ઉદય થાય ત્યારે અમરેલી જિલ્લામા તેમની અસર અચુક વર્તાય છે.

અને એટલે જ ભુતકાળમા અપક્ષ ઉપરાંત કિમલોપ કે જીપીપી જેવા પક્ષના ધારાસભ્યો પણ અહીથી ચુંટાયા હતા. ચાલુ ચુંટણીમા આવી જ રીતે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. આમ ત્રણ પાંખીયા જંગમા બેથી ત્રણ હજાર મત ઘણા મહત્વના હોય છે અને પાછલી ચુંટણીઓનો ટ્રેન્ડ જોતા જિલ્લાની દરેક વિધાનસભા સીટમા બેથી ત્રણ હજાર મત નોટામા પડી રહ્યાં છે. વર્ષ 2017મા અમરેલી જિલ્લાની પાંચેય સીટના 12 લાખથી વધુ મતદારો પૈકી 7,25,144 મતદારોએ મતદાન કર્યુ હતુ. જે પૈકી 14123 મતદારોએ નોટામા મતદાન કર્યુ હતુ.

આમ ગત વિધાનસભાની ચુંટણીમા નોટામા 1.94 ટકા મતો પડયા હતા. સીટ વાઇઝ નોટામા મતદાન કરનારા મતદારોનો આંકડો જોઇએ તો 2500થી લઇ 2900 સુધી રહ્યો હતો. ગત વિધાનસભાની ચુંટણીમા વિજેતા ઉમેદવારોની લીડ વધારે રહી હતી. જેથી નોટામા મત દેનારા લોકોની સંખ્યાથી પરિણામ પર કેાઇ અસર પડી ન હતી. જો કે ભુતકાળમા અમરેલી જિલ્લામા બે હજારથી ઓછા મતે પણ ધારાસભ્યોની હારજીત થઇ ચુકી છે.

વળી ત્રણ હજારથી ઓછા મતથી હારજીત પણ થઇ ચુકી છે. ખાસ કરીને ત્રણ પાંખીયો જંગ હોય ત્યારે મત વહેંચાવાના કારણે ઉમેદવારોનુ હારજીતનુ માર્જીન ઘટવાની શકયતા વધુ રહે છે. સરેરાશ ત્રણ હજાર વોટ નોટામા પડતા હોય તો કોઇપણ ઉમેદવારનુ ગણિત બગડી શકે છે. પાછલી ચુંટણીઓમા મતદારોનુ આક્રમક વલણ પણ જોવા મળ્યું હતુ. જયારે આ ચુંટણીમા મતદારો પ્રમાણમા નીરસ પણ જણાઇ રહ્યાં છે. જેથી નોટામા મત પડવાની શકયતા પણ વધી છે.

ગત ચૂંટણીમાં નોટામાં કેટલા મત પડયા?

સીટકુલ પડેલા મતનોટામાં પડેલા મત
સાવરકુંડલા1,34,5422989
રાજુલા1,64,8112757
અમરેલી1,70,0482869
બાબરા1,28,7182577
ધારી1,27,2922931
કુલ7,25,41114123
અન્ય સમાચારો પણ છે...