તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:5 સાવજોને પરત મૂકવાની માંગ સાથે આજે ડીએફઓને આવેદન અપાશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન કચેરી સામે સિંહપ્રેમીઓ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરશે

રાજુલા તાલુકાના કેાવાયા અને પીપાવાવ આસપાસથી વનતંત્ર દ્વારા પાંચ સિંહાેને પાંજરે પુરી પકડીને લઇ જવામા આવ્યાં છે. જેને પગલે આ વિસ્તારના સિંહપ્રેમીઅાેમા ભારે રાેષ જાેવા મળી રહ્યાે છે. ગઇકાલે રાજુલામા રેલી સાથે આવેદન પાઠવાયા બાદ આવતીકાલે ધારી ખાતે સિંહપ્રેમીઅાે ગાંધી ચિંધ્યા માર્ગે વિરાેધ પ્રદર્શન કરી સિંહાેને પરત મુકવાની માંગ સાથે ડીઅેફઅાેને આવેદન પાઠવશે.સેવ અેશિયાટીક લાયન અભિયાન અંતર્ગત આવતીકાલે તારીખ 26ના રાેજ બપેારે 12 કલાકે ધારી વન કચેરી ખાતે ડીઅેફઅાેને આવેદન પાઠવાશે.

રાજુલાના કેાવાયામાથી મુકતપણે વિચરતા પાંચ નિર્દાેષ સિંહાેને કાેઇપણ પ્રકારના કારણ વગર વનતંત્ર દ્વારા પાંજરે પુરી કાેઇ અજ્ઞાત સ્થળે લઇ જવામા આવ્યાં છે. અેશિયાઇ સિંહ શેડયુલ-1મા આવતા પ્રાણીની સાથે રાજયનુ ગાૈરવ છે. ત્યારે વનવિભાગ દ્વારા કરવામા આવેલ આ કૃત્ય સામે વનવિભાગ યાેગ્ય ખુલાસાે આપે અને તમામ પાંચ સિંહાેને તેમના વિસ્તારમા મુકત કરે તેવી માંગ કરવામાં આવશે.

અહી સિંહપ્રેમીઅાે, સામાજીક સંસ્થાઅાે, સામાજીક કાર્યકરાે, રાજકીય કાર્યકરાે વિગેરે પણ આ અભિયાનમા જાેડાશે. અહી વન કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે વિરાેધ પ્રદર્શન કરી આવેદન પાઠવાશે તેમ સેવ અેશિયાટીક લાયન અભિયાનના પ્રિંકેશ કાેટડીયા અને વિરેન કુંવરીયાઅે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...