કોંગ્રસને પડી શકે છે ફટકો:રાજુલામાં મોડી રાત્રે આહિર સમાજનું સંમેલન મળ્યું, અગ્રણીઓ કોંગ્રેસનો છેડો ફાડે એવા સંકેત આપ્યા

અમરેલી13 દિવસ પહેલા

અમરેલી જિલ્લામાં 98 રાજુલા વિધાનસભા ચૂંટણી રસપ્રદ બની રહી છે. અહીં મોડી રાતે રાજુલા તાલુકાના પીપાવાવ ફોરવે રોડ ઉપર આવેલા બલાડ માતાજીના મંદિર સાનિધ્યમાં મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો એકત્ર થયા હતા. જેમાં ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને પ્રદેશ ડેલીગેટ બાબુ રામ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાજુલા વિધાનસભા બેઠક યુથ કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. જ્યારે અહીં આહીર સમાજના સંગઠનની પણ ચર્ચા કરવામાં આવી હતી આવતા દિવસોમા આહીર સમાજ નું સંગઠન કેવી રીતે મજબૂત કરી શકાય તેને લઈ ચર્ચા વિચારણા કરાઇ અને રાજુલા જાફરાબાદ આહીર સમાજ અગ્રણી બાબુ રામ દ્વારા સમાજમા કોંગ્રેસ છોડી અન્ય પાર્ટીમાં જવા માટેની મંજૂરી માંગી હતી. સમાજ દ્વારા હાકલ આપતા રાજકીય હડકમ્પ મચી ગયો હતો. આજે બાબુ રામ સહિત યુવાનો કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદા ઉપરથી રાજીનામુ ધરી શકે છે.

બાબુ રામ કોણ છે?
બાબુ રામ રાજુલા જાફરાબાદ પંથકના આહીર સમાજ આગેવાન અને હાલમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મંત્રી અને પ્રદેશ ડેલીગેટ છે. સમગ્ર કોસ્ટલ બેલ્ટના ઉધોગપતિ તરીકે ઓળખાય છે. વર્ષ 2012માં કોંગ્રેસ પક્ષમાંથી રાજુલા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને 60 હજાર ઉપરાંતના મતો મળ્યા હતા, પરંતું તેમની હાર થઇ હતી.

26મીએ અમિત શાહ આવશે
રાજુલા જાફરાબાદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર હીરા સોલંકીના પ્રચારમા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવી રહ્યા છે અને જાફરાબાદ શહેરમાં GHCL ગ્રાઉન્ડ ખાતે જંગી સભા નું આયોજન કરાયુ જેમા સભા સંબોધશે તે વખતે ભાજપનો કેસરીયો કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...