નિર્ણય:મહુવા-સુરત એક્સપ્રેસ ટ્રેનમાં હંગામી ધોરણે વધારાના 5 કોચ જોડાશે

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્વને ધ્યાને લઇ ભાવનગર રેલવે મંડળનો નિર્ણય

મહુવા સુરત વચ્ચે દોડતી એક્સપ્રેસ ટ્રેનમાં ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખીને પાંચ કોચ વધારાના જોડાશે. જેના કારણે દામગર, સાવરકુંડલા, લીલીયા અને રાજુલાના લોકોને તહેવારમાં સુરત - આવવા જવા માટે ફાયદો થશે.

ખાસ કરીને મહુવા સુરત વચ્ચે દોડતી ટ્રેનમાં તહેવારોમાં મુસાફરોને ભારે ભીડ જોવા મળે છે. ઉત્તરાણના પર્વ પર પણ દામનગર, લીલીયા, સાવરકુંડલા અને રાજુલા પંથકના લોકો સુરત – મહુવા ટ્રેનમાં મુસાફરી વધુ જોવા મળે છે.ભાવનગર રેલવેના માશૂક અહમદે જણાવ્યું હતું કે મહુવા- સુરત એક્સપ્રેસ ટ્રેનમાં હંગામી ધોરણે 2 સામાન્ય અને 3 એસી કોચ લગાવવામાં આવશે. અહી આ કોચ મહુવાથી 16 થી 15 જાન્યુઆરી સુધી અને સુરતથી 15 થી 14 જાન્યુઆરી સુધી જોડાશે. જેના કારણે મુસાફરોને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...