અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવાર દ્વારા કવિ ઉમેશ જોષીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ અભિવાદન અને ભાષા શાસ્ત્રી બાબુ સુથારને ડો. પ્રતાપભાઇ પંડયા માતૃભાષા સંવર્ધન એવોર્ડ અર્પણ કરાયો હતો.
મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગ્ટય બાદ ઉદય દેસાઇએ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. કવિ ઉમેશ જોષીના જીવન કવન વિશે ડો.કાલિન્દીબેન પરીખ, ડો.કેતન કાનપરીયા, પરેશ મહેતાએ છણાવટ કરી વકતવ્ય રજુ કર્યા હતા. રમાબેન પ્રતાપભાઇ પંડયાના હસ્તે ઉમેશ જોષીનુ અમૃતમય અભિવાદન શિલ્ડ, સન્માનપત્ર, શાલ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમના બીજા સેશનમા કવિ ભરત વિઝુંડા, શિવજી રૂખડા, કાલિન્દી પરીખ, હાર્દિક વ્યાસ, દિવ્યા સોજીત્રા, મુકેશ જોગી, ગોપાલ ધકાણ, શશીભાઇ રાજયગુરૂ, વિનોદ રાવલ વિગેરેએ સહુને રસતરબોળ કર્યા હતા. આ પ્રસંગે આર.પી.મહેતા, મોટાભાઇ સંવટ, નારણભાઇ ડોબરીયા, હર્ષદ ચંદારાણા, ગોરધન ભેસાણીયા, વાસુદેવ સોઢા, ભારતીબેન ગોહિલ, રવજીભાઇ કાચા, મહેન્દ્રભાઇ જોષી, ભીખુભાઇ અગ્રાવત, મુકેશભાઇ સહિત ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કેતન જોષીએ કર્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.