ડેમમાં નવા નીર:અમરેલીના વડીયા હનુમાન ખીજડીયા સાકરોળી ડેમમાં નવા નીર, ગ્રામજનોએ વધામણા કર્યા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની પીવાના પાણીની અને ખેડૂતોની સિંચાઇની સમસ્યા હલ થતા ખુશી

આ વર્ષે ચોમાસાની સિઝનમાં અમરેલીમાં સારો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વડીયાના ખીજડીયા સાકરોળી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં ગ્રામજનોમાં ખુશી છે. ગ્રામજનો ડેમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા નીરના વધામણા કર્યા હતા. આ ડેમને ગામની જીવાદોરી સમાન માનવામાં આવી રહ્યો છે.

ડેમ ઓવરફ્લો થવાથી પાણીની સમસ્યા દૂર થતા ગ્રામજનોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરપંચ સહિતના અગ્રણીએ આજે ડેમ ખાતે પહોંચ્યા હતા. ડેમ પર પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ડેમમાં આવેલા નવા નીરને વધાવવામાં આવ્યા હતા.

ખેડૂતોને મોટો ફાયદોઆ ડેમ ઓવરફ્લો થવાથી માત્ર ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યા જ હલ નથી થઇ પરંતુ આસપાસના ખેડૂતોની જમીન અને પાકોને પણ આ પાણીનો સારોએવો ફાયદો થશે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ડેમમાં પાણીની આવકથી ખુશી જોવા મળી રહી છે.

અમેરલીમાં ભારે વરસાદના પગલે સમગ્ર જિલ્લામાં ડેમો, તળાવો અને ચેકડેમો તથા ગ્રામીણ વિસ્તારમાં જળાશયોમાં પાણીની સારી આવક થઇ છે. જેના કારણે મોટાભાગના વિસ્તારમાં આ વર્ષેને પાણીની સમસ્યા હલ થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...