એલર્ટ:અમરેલીનો ઠેબી ડેમ ભલે પુરો ભરાયો નથી પણ ગમે ત્યારે દરવાજા ખોલાશે !

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી નજીક આવેલ ઠેબી ડેમ ગયા વર્ષે પણ પુરો ભરવામા આવ્યો ન હતો અને આ વર્ષે પણ પુરો ભરવામા નહી આવે. ગઇકાલના વરસાદ બાદ ડેમમા નવા પાણીની આવક થતા જો હવે વધુ આવક થશે તો ગમે ત્યારે ડેમના દરવાજા ખોલાશે.આજે સિંચાઇ વિભાગ દ્વારા બપોરે આ અંગે એલર્ટ જાહેર કરવામા આવ્યું હતુ. પાણી પુરવઠા વિભાગ દ્વારા ઠેબી યોજનાને પુરેપુરી ભરવાના બદલે અધુરી ભરવાનુ રૂલ લેવલ નક્કી કરાયુ છે. હાલમા જળાશયનુ લેવલ 124.50 મીટર અને પાણીની ઉંડાઇ 3.90 મીટર છે. એકંદરે 5.71 એમસીએમ પાણી ભરેલુ છે.

ગઇકાલ રાત્રે પડેલા વરસાદના પગલે ડેમમા પાણીની સારી એવી આવક થઇ હતી. અને હાલમા પણ 173 કયુસેકસની આવક ચાલુ હતી.ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 10.65 એમસીએમ છે જે હિસાબે હાલમા ડેમમા 53 ટકાથી વધુ પાણી ભરાઇ ગયુ છે. જો ચાલુ સપ્તાહે આગાહી મુજબ વરસાદ પડશે અને ડેમમા પાણીની સતત આવક ચાલુ રહેશે તો નક્કી થયેલા રૂલ લેવલ સુધી પહોંચ્યા બાદવધારાનુ પાણી ગેઇટ ખોલી છોડી દેવાશે. જેથી હેઠવાસના અમરેલી, પ્રતાપપરા, ફતેપુર, ચાંપાથળ વિગેરે ગામના લોકોને સાવચેત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...