સતત ત્રીજા દિવસે મેઘમહેર:અમરેલીના સાવરકુંડલા પંથકમાં એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ, મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં

અમરેલી6 દિવસ પહેલા
  • જિલ્લાના ​​​​​​​ધારી, ચલાલા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે સતત 3 દિવસથી અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. આજે પણ સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના ધારી, ચલાલા, સાવરકુંડલા પંથકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબકડા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

મુખ્ય બજારો અને શેરીઓમાં પાણી વહેતા થયા
ધારી ગીર પંથકના વિસ્તરમાં પણ મુશળધાર મેઘ સવારી જોવા મળી હતી. ધારી, ચલાલા, મોરઝર, ઝર, છતડીયા સહીતના ગામડામાં વરસાદ ખાબક્યો હતો. ગીરના અનેક ગામડામાં વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલા શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે મુખ્ય બજારો અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા. સાવરકુંડલા શહેરમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ભારે વરસાદની હવામાન વિભાગે આપી છે આગાહી
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જેને લઈ અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...