ચલણી નોટનો શણગાર:અમરેલીના સાવરકુંડલામાં ગણેશોત્સવમાં 21 લાખ રૂપિયાન ચલણી નોટથી શણગાર કરાયો, 20 રૂપિયાથી લઈ 2000 સુધીની નોટનો ઉપયોગ

અમરેલી18 દિવસ પહેલા
  • ગણેશ પંડાલની સુરક્ષા માટે સીસીટીવી લગાવવામાં આવ્યા

ગણેશ મહોત્સવ સમગ્ર રાજય અને દેશ વિદેશમાં ઉજવણી કરાય રહી છે હવે અંતિમ દિવસો આવી રહ્યા છે આવતા ટૂંકા દિવસોમાં ગણેશ મહોત્સવની વિદાય કરવામાં આવશે ત્યારે વિવિધ પંડાલોમા શણગારના કારણે આકર્ષણ વધી રહ્યું છે. અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેરમાં સદભાવના ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ નું આયોજન કરવા આવે છે અહીં અલગ અલગ રીતે દરોજ અવનવી રીતે ગણેશાની પ્રતિમાને શણગારવામાં આવી રહ્યો છે દર વર્ષેની જેમ 1 દિવસ ગણપતિ લાખોપતી બને છે. એજ રીતે આ વર્ષે પણ ગણેશ પ્રતિમાને 21 લાખ ચલણી નોટોનો શણગાર કરવામાં આવતા સમગ્ર શહેરના લોકો માટે આ ગણેશ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે અહીં 20 રૂપિયાથી લઈ 2000 સુધીની ચલણી નોટો લગાવવામાં આવી છે અહીં અંતિમ દિવસ સુધી દરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે.

ગણેશ પંડાલ સીસીટીવી કેમેરાથી સજ્જ
આ ગણેશ પંડાલમાં લાખો રૂપિયાની ચલણી નોટો અને દરોજ થતા અવનવા શણગારના કારણે આયોજકોની સીધી નજર રાખવામાં આવે અને ગણેશ પંડાલ ઉપર સીધી નજર રહે તે માટે અહીં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...