પેટા ચૂંટણી:અમરેલી તાલુકા પંચાયતની સરંભડા બેઠકનું મતદાન પૂર્ણ, કુલ 51.68 ટકા મતદાન થયું

અમરેલી17 દિવસ પહેલા
  • આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ
  • કુલ 6260 મતદારો પૈકી 1778 પુરુષ મતદારો, 1457 સ્ત્રી મતદારોએ કર્યું મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે રવિવારે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે તેની સાથે સાથે રાજ્યમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. જે અંતગર્ત અમરેલી ભાજપ શાસિત તાલુકા પંચાયતની 1 સરંભડા બેઠક પર તાજેતરમાં સભ્યનુ મૃત્યુ થયું હતુ. જેથી આ બેઠક પર આજે રવિવારે પેટા ચૂંટણી માટે મતદાન યોજાયુ હતું. આ બેઠક પર કુલ 51.68 ટકા મતદાન થયું હતું. સરંભડા બેઠક પર ચાડીયા, તરવડા, મેડી, નાના માંડવડા અને સરંભડાના કુલ 6260 મતદારો પૈકી 1778 પુરુષ મતદારો, 1457 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું.

પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
આ બંઠક પર ત્રિપાખ્યો જંગ જામ્યો છે. આ બેઠક પર ભાજપ તરફથી સંધ્યાબેન કાછડિયા, કોંગ્રેસ તરફથી રંજનબેન દુધાત અને આપ તરફથી કાસમીરબેન દુધાતે ઉમેદવારી નોંધાવી છે. બેઠત પર વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયુ હતું.

આ બેઠક પાટોદારોનો ગઢ માનવામાં આવે છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ગામડે- ગામડે અને ઘર-ઘર સુધી પ્રચાર કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા અને જિલ્લા પ્રમુખ કૌશીક વેકરીયા દ્વારા અહીં બેઠક કબજે કરવા કવાયત કરી હતી. તો સામે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમર સહિત કોંગી નેતાઓ દ્વારા બેઠકો કરી જીતવા માટે કવાયત કરી હતી. આ ઉપરાત આપના પ્રદેશ નેતા હોદ્દેદારો દ્વારા પણ બેઠકો કરી હતી. જેથી અહીં ત્રિપાખ્યો જંગ જામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...