નબળા કામનો આક્ષેપ:અમરેલીના રાજુલા બાયપાસનો રસ્તો બન્યાના 5 મહિનામાં જ તૂટવા લાગ્યો, વાહનચાલકોમાં રોષ

અમરેલીએક મહિનો પહેલા
  • રસ્તાના કામમાં હલકી ગુણવતાના માલનો ઉપયોગ કરાયાની આશંકા

અમરેલી જિલ્લાના રાજુલા બાયપાસના રોડનું કામ થયાના પાંચ મહિનામાં જ રસ્તામાં ઠેર ઠેર ગાબડાઓ પડી જતા અને કેટલીક જગ્યાએ રસ્તો બેસી જતા કામની ગુણવત્તાને લઈ ગંભીર સવાલો ઉઠ્યા છે.લોકોની અનેક રજૂઆત બાદ બનેલો રસ્તો ગણતરીના મહિનાઓમાં જ તૂટવા લાગતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજય સરકાર અને માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ રસ્તા મંજુર કરી લોકોની સુખાકારી માટે માર્ગોના કરોડો રૂપિયા મંજુર કરી ટેન્ડરો આપવામાં આવે છે અને રોડ સુવિધા સારી આપવામાં આવે છે. પરંતુ ત્યારબાદ કોન્ટ્રાકટરો અને તેમના સ્થાનિક જે તે જિલ્લાના અધિકારીઓની મિલીભગતના કારણે અનેક રસ્તાઓ નબળા બન્યા હોવાની ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવે છે. કેટલાક વિસ્તાર એવા છે જ્યાં ફિક્સ એજન્સીઓ જ વર્ષોથી કામ કરી રહી છે જેના કારણે ભ્રષ્ટાચાર હવે દિનપ્રતિદિન વધી રહ્યો છે. શહેરી વિસ્તાર હોય કે પછી સ્ટેટ હાઇવે નેશનલ હાઇવે મોટભાગના હાઇવે ઉપર નબળા કામો વધુ જોવા મળી રહ્યા છે જેના કારણે રાજ્યની સરકાર હવે ઉચ્ચ કક્ષાએ થી નવા બનેલ રોડની 5 મહિના પછી દરેક વિસ્તારમાં વિઝિટ કરવાની જરૂર છે.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા બાયપાસ રોડ 5 મહિના પહેલા નવો બનાવવામાં આવ્યો હતો અત્યારે આ રોડની સ્થિતિ ભયાનક સામે આવી છે. અહીં ડામર ઉખડી રહ્યો છે ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે કામ કરનારા કોન્ટ્રાક્ટરો અને સુપરવિઝન કરનારા અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જે રીતે નબળી ગુણવત્તાનું મટીરયલ વાપર્યું હોવાને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય હોવાની આશંકા સેવવામાં આવી છે. રમેશભાઈ ટ્રક ચાલક એ કહ્યું આ રોડ નવો બન્યો હતો અચાનક તૂટી રહ્યો છે આ રોડની ઊંડી તપાસ સરકાર એ કરવી જોઈએ પહેલા હતો એવો રોડ હવે ફરી બની ગયો છે અમારે તો ક્યાં જાવું અહીંયા જ હાલવું પડશે 1 વર્ષ આ રોડ ટકી ગયો હોત તો પણ સારું હતું.

રાજુલાથી બાઢડા સુધી રોડ ઉપર પણ થીગડા લગાવ્યા
રાજુલાથી બાઢડા સુધી તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો તેમ પણ ખાડા પડવાના કારણે થોડા દિવસો પહેલા ખાડાઓ બુરવામા આવ્યા હતા. મોટાભાગે નવા રોડ વધુ તૂટી રહ્યા છે સમય મર્યાદા પહેલા રોડ તૂટવાના કારણે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.

સાવરકુંડલા શહેરમાં પણ નબળા રોડ અંગે ગાંધીનગર સુધી રજુઆત કરી હતી
​​​​​​​
સાવરકુંડલા શહેરમાં રોડમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરવા અંગે સ્થાનિક આગેવાન રામદેવ સિંહ ગોહિલે સરકારમાં રજૂઆત કરતા તપાસ આવતા રિપોર્ટમાં 2 રોડ ફેઈલ આવ્યા છે તેમ છતાં હજુ એજન્સી સામે કોઈ કાર્યવાહી નથી કરાય તેવા સમયે રાજુલા બાયપાસ પણ તૂટી રહ્યો છે.અહીં મોટા ખાડા જોવા મળી રહ્યા છે. બીજી તરફ વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બાયપાસ અતિ મહત્વનો માનવામાં આવે છે અહીં રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ વિસ્તારના મોટા ભાગના વાહનો અહીંથી પસાર થતા હોય છે જેના કારણે વાહન ચાલકોમાં પણ વધુ નારાજગી જોવા મળી રહી છે.

સાવરકુંડલા શહેરમાં પણ નબળા રોડ અંગે ગાંધીનગર સુધી રજુઆત કરી હતી
​​​​​​​
સાવરકુંડલા શહેરમાં રોડમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરવા અંગે સ્થાનિક આગેવાન રામદેવ સિંહ ગોહિલે સરકારમાં રજુઆત કરતા તપાસ આવતા રિપોર્ટમાં 2 રોડ ફેઈલ આવ્યા છે. તેમ છતાં હજુ એજન્સી સામે કોઈ કાર્યવાહી નથી કરાય તેવા સમયે રાજુલા બાયપાસ પણ તૂટી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...