હર હર મહાદેવ:અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરે શિવભક્તોનું ઘોડાપૂર, આરતીમાં આખું શહેર ઉમટ્યું

અમરેલી2 મહિનો પહેલા
  • કોરોના બાદ શિવભક્તો ભય વગર મંદિરે આવી રહ્યા છે

પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો શિવાલયમાં પહોંચીને ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે અમરેલી શહેરમાં આવેલા નાગનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. નાગનાથ મંદિર સાથે લોકોને અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. જેના કારણે શિવભક્તોમાં શ્રાવણ માસ દરમિયાન ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

સોમવારે સાંજે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
આ મંદિરે સોમવારની સાંજે મહાદેવની આરતી દરમિયાન સમગ્ર શહેરના લોકો આરતીમાં જોડાયા હતા. જેથી મંદિર પરિસરમાં ખીચોખીચ ભીડ જોવા મળી હતી. કોરોના કાળ બાદ શિવાલયમાં પ્રથમ શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં ભક્તો ભય વગર પ્રથમ આવી રહ્યા છે અને લોકો કોરોનાકાળમાંથી જંગ જીતી હવે પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથની આરાધનામાં જોડાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...