ટિકિટ આપવા રજૂઆત:અમરેલીના કાઠી ક્ષત્રીય સમાજ સંગઠન મંત્રીએ સૌરાષ્ટ્રમાં પાંચ બેઠક ઉપર સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની માગ કરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અનેક જ્ઞાતિ પોતાના સમાજના ઉમેદવારને ટિકિટ મળે તેવી માંગ કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રીય સમાજ સંગઠન મંત્રી દિલુ વાળાએ પણ પોતાના સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી માગ કરી છે.
પ્રદેશ પ્રમુખને પત્ર લખી રજૂઆતો કરી
આ અંગે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને પત્ર લખી રજૂઆતો કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કાઠી ક્ષત્રીય સમાજનું પ્રભુત્વ છે ત્યારે 5 જેટલી બેઠક ઉપર રાજકીય પાર્ટીઓ ટિકિટ આપે તેવી માંગ કરી છે. જેમા અમરેલી જિલ્લામાં આવેલા ધારી, રાજુલા અને સુરેન્દ્રનગરમાં આવેલી ચોટીલા, બોટાદ વિવિધ વિસ્તારની બેઠકો પર ટિકિટ ફાળવવામા આવે તેવી માંગ ઉઠાવી છે. ઉપરાંત રાજકીય રીતે પ્રતિનિધિત્વ આપવા પણ માગ કરી છે. સૌરાષ્ટ્રમા અલગ-અલગ જિલ્લાઓમાં સરપંચથી લઈ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત વિવિધ ક્ષેત્રમાં ક્ષત્રીય સમાજના લોકો સતા સ્થાને હોય છે અન્ય જ્ઞાતુમાં પણ પ્રભુત્વ હોવાનો દાવો આજે કરવામા આવ્યો છે.
​​​​​​​વર્ષોથી અમારા સમાજ પ્રત્યે અન્યાય થતો આવે છેઃ સંગઠન મંત્રી
​​​​​​​
દિલુ વાળાએ જણાવ્યું કે, અમારા સમાજને રાજ્યમાં વર્ષોથી અન્યાય થતો આવે છે. રાજકીય પાર્ટીના લોકો અમને ટિકિટ કેમ નથી આપતા. સમાજના કહેવા પ્રમાણે 5 બેઠક ઉપર ટિકિટ જોઈએ છે. આ કાઠિયાવાડ પ્રાંત અમારા કાઠી સમાજના નામ ઉપરથી ઓળખાતો પ્રાંત છે. અમારા સમાજને જે પક્ષ ટિકિટ આપશે અને પ્રતિનિધિત્વ આપશે તેની સાથે અમારો સમાજ તન મનથી જોડાશે.

અન્ય સમાચારો પણ છે...